Home Current ભુજના હમિરસર કાંઠે ગાંધીજીની ખંડીત પ્રતિમાને સુતરની આટી પહેરાવી નેતાઓએ ચાલતી પકડી 

ભુજના હમિરસર કાંઠે ગાંધીજીની ખંડીત પ્રતિમાને સુતરની આટી પહેરાવી નેતાઓએ ચાલતી પકડી 

1552
SHARE
આમતો આજે આખા દેશમાં બીજી ઓક્ટોબરે ગાંધી જન્મ જયંતીની ઉજવણી થઇ રહી છે અને આ ઉત્સાહ બેવડાયો કેમકે ગાંધીજીની 150 મી જન્મ જયંતિ આજે હતી જો કે ભુજમાં આજે ગાંધીજીનુ સન્માન કરીને ચુંટાયેલા પ્રતિનીધી અને તંત્રએ તેનો કદાચ આદર ન જાળવ્યો કેમકે જે ગાંધીજીને આ દિવસે યાદ તો કરાયા પરંતુ પ્રતિમાની દુર્દશા કોઇને દેખાઇ નહી આજે જીલ્લા કક્ષાનો કાર્યક્રમ હતો અને સાંસદ વિનોદચાવડા,મંત્રી વાસણભાઈ આહિર ભુજના ધારાસભ્ય નિમાબેન આચાર્ય, કલેકટર ડી.ડી.ઓ સહિત અનેક ચુંટાયેલા પ્રતિનીધીઓ ત્યા હાજર રહ્યા હતા અને સુતરની આટી પહેરાવી ભાવાજંલી પણ અર્પી હતી પરંતુ કોઇને ગાંધીજીની પ્રતિમામાં લોંખડના તારથી બાંધેલા ચશ્મા ન દેખાયા કોઇને જમણો જર્જરીત હાથ ન દેખાયો કે ન કોઇને ડાબા હાથનો તુટેલો અંગુઠો દેખાયો અને કાર્યક્રમ પુરો કરી સૌ કોઇએ ચાલતી પકડી જો કે આ કોઇ નવાઇની વાત નથી અગાઉ પણ અનેકવાર ગાંધીજીની આવી દુર્દશા મુદ્દે ફરીયાદ થઇ છે અને મીડીયામાં તેની નોંધ પણ લેવાઇ છે પરંતુ કરોડોના વિકાસકામોના દાવા કરતા સત્તાધીશો પાસે ગાંધીજીની પ્રતિમાનુ રીપેરીંગ અથવા નવીનીકરણ કરવાનુ ધ્યાન જતુ નથી.

આટલા નેતા ચુંટાયેલા પ્રતિનીધી અને તંત્રના અધિકારી હાજર હતા 

આજે વિવિધ કાર્યક્રમો સાથે ગાંધી જંયતીની ઉજવણી ભુજના હમિરસર કાંઠે થવાની હતી જેમાં સુતરની આટી વડે સન્માન સાથે વિવિધ કાર્યક્રમોની શરૂઆત હતી જેમાં રાજ્યકક્ષાના મંત્રી વાસણભાઇ આહિર,ભુજના ધારાસભ્ય નિમાબેન આચાર્ય,સાંસદ વિનોદ ચાવડા અને નગરપાલિકાના પ્રમુખ કારોબારી ચેરમેન સહિત કલેકટર રૈમ્યા મોહન,ડી.ડી.ઓ પ્રભવ જોષી,ચીફ ઓફીસર સંદિપસિંહ ઝાલા સહિત અનેક ગાંધી વિચારધારા ધરાવતા લોકો અને મોટી સંખ્યામાં બાળકો ઉપસ્થિત રહ્યા હતા પંરતુ નવાઇ વચ્ચે કોઇએ ગાંધીજીની દુર્દશા પર ધ્યાન આપ્યુ નહી અને કાર્યક્રમ પુરો થવા સાથે ચાલતી પકડી વધુ એક દેશના સપુત લાલ બહાદુર શાસ્ત્રીજીને હારારોપણ કરવા માટે પરંતુ કોઇએ ધ્યાન આપ્યુ નહી કે પાલિકા સત્તાધીસો ગાંધીજીની પ્રતિમાની આવી દશા રાખે છે કદાચ શણગાર અને કાર્યક્રમના તામજામમાં દેખાયુ નહી હોય.

કરોડો રૂપીયા વિકાસકામ પાછળ ખર્ચો છો ગાંધીજીની પ્રતિમાનો શુ વાંક?

ઉદ્યોગો,રેલ્વેલાઇન,રોડ રસ્તા નવી ઇમારતો સહિત અનેક વિકાસકામોની મંજુરી અપાવવાની વાહવાઇ લુંટતા ચુંટાયેલા પ્રતિનીધીઓ ભલે વિકાસના દાવા કરતા હોય પરંતુ જેણેે દેશને આઝાદી અપાવી તેની પ્રતિમાના રીપેરીંગ માટે પણ પાલિકા પાસે સમય ન હોય? આવા આક્ષેપ સાથે વિપક્ષી નેતા રાજેન્દ્રસિંહ જાડેજાએ નિમાબેનના હમિરસર બ્યુટીફીકેશનના કામ સાથે ગાંધીજીની પ્રતિમાનુ રીપેરીંગ થાય તેવી માંગ કરી હતી. અને ઘટનાને દુખદ ગણાવી હતી. જો કે એક માત્ર ધારાસભ્ય નહી પરંતુ ત્યા આવેલા દરેક ચુંટાયેલા પ્રતિનીધીઓને થોડી શરમ આવવી જોઇતી હતી કે તેઓ જે રાષ્ટ્રપીતાની પ્રતિમાને સન્માન આપી રહ્યા છે. તે ખંડીત છે. અને દુર્દશામાં છે.
ઘણી વાર સોશિયલ મીડીયામાં એવા મેસેજ ફરતા હોય છે. કે ગાંધીજી આજે બધાને નોટમાં સારા લાગે છે જો કે એ થોડુ સત્ય નથી કેમકે આજે પણ અનેક એવા લોકો છે. જે ગાંધી વિચારધારા સાથે જોડાયેલા છે. અને ગાંધીજીની આવી દુર્દશા જોઇને વ્યથીત થતા હશે પરંતુ ગાંધીજીના આદર્શ માની ચાલનારા નેતાઓને થોડી શરમ આવવી જોઇતી હતી. કેમકે માત્ર કાર્યક્રમ પુરતુ નહી પરંતુ ગાંધીજીની પ્રતિમાની આંખમાં કદાચ નેતાઓએ જોયુ હોત તો તેમની તહેવારો સિવાયની દિવસોમાં કેવી સ્થિતી અને વ્યથા છે. તે જોઇ શક્યા હોત જો કે નિંભર પાલિકા અને ચુંટાયેલા પ્રતિનીધીઓ ગાંધીજીની આવી દશા સુધારે છે કે નહી તે પણ એક મોટો સવાલ છે.