Home Crime રઘુવિરસિંહ સામે સોશિયલ વોરથી ચર્ચામા આવેલા કાદરશા સહિત પાંચ ઘાતક હથિયારો સાથે...

રઘુવિરસિંહ સામે સોશિયલ વોરથી ચર્ચામા આવેલા કાદરશા સહિત પાંચ ઘાતક હથિયારો સાથે ઝડપાયા 

8103
SHARE
મુન્દ્રાના છસરા ગામે બે જુથ્થ વચ્ચે થયેલી હિંસક અથડામણ પછી કોઇ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પશ્ર્ચિમ કચ્છ પોલિસ સતત સતર્ક છે અને નાઇટ પેટ્રોલીંગ સાથે કચ્છના તમામ મહત્વના સ્થળો પર વાહન ચેકીંગ સહિતની કાર્યવાહી કરી રહી છે તેવામાં સોશિયલ મીડીયામાં હિન્દુ યુવા સંગઠનના રઘુવિરસિંહ સામે પ્રતિક્રિયા આપી ચર્ચામા આવેલા કાદરશા સૈયદ અને તેના અન્ય ચાર સાગરીતો મુન્દ્રા પોલિસના હાથે ઘાતક હથિયારો સાથે ઝડપાયા છે છસરામા બે જુથ્થો વચ્ચે ઘટેલી ઘટના પછી પોલિસ સતત પ્રચાર-પ્રસાર સાથે આ ઘટના બે જુથ્થો વચ્ચે બની હોવાનુ કહી કાયદો વ્યવસ્થાની સ્થિતી કથળે નહી તે માટે પ્રયત્નશીલ છે તેવામાં 30ની મોડી રાત્રે મુન્દ્રા પોલિસ પેટ્રોલીંગમાં હતી ત્યારે જ એક કાર શક્તિનગર વિસ્તારમાં દેખાઇ હતી અને તેને ઉભી રાખી તેની તપાસ કરતા તેમાંથી ઘાતક હથિયારો મળી આવ્યા હતા કારની તપાસ કરતા તેમાં કાદરશા સૈયદ સહિત અન્ય ચાર વ્યક્તિ સવાર હતા અને હથિયારો અંગે તેઓને પુછાતા તેઓએ કોઇ સંતોષકારક જવાબ આપ્યો ન હતો તેથી પોલિસે (1) આશીફ અબ્દુલ સાંધ(2) કાદરશા મામદશા સૈયદ(3)અબ્બાસ ઇબ્રાહીમ ઓસમાણ(4)જુસબ સાલેમામદ હિંગોરજા(5)ગની સાલેમામદ સાંધ એમ કુલ પાંચ વ્યક્તિઓની હથિયારધારા ભંગના ગુન્હામા ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે હજુ થોડા સમય પહેલાજ કાદરશાનો સોશિયલ મીડીયામાં રધુવિરસિંહ વિરૂધ્ધનો એક વિડીયો વાયરલ થયો હતો અને અવારનવાર તે સોશિયલ મિડીયા મારફતે ચર્ચામા રહે છે જો કે કયા ઉદ્દેશ સાથે તેઓ હથિયાર સાથે કારમાં ફરી રહ્યા હતા તે અંગે મુન્દ્રા પોલિસ વધુ પુછપરછ કરી આગળની કાર્યવાહી હાથ ધરશે.