આમતો કચ્છમા સ્વાઇનફ્લુની પેટર્ન કઇક અલગ છે એક વર્ષ ઓછા કેસ નોંધાયા બાદ ચાલુ વર્ષે ધીમધીમે પણ સ્વાઇનફ્લુના વધુને વધુ કેસો સામે આવી રહ્યા છે ત્યારે ગઇકાલે 6 કેસ એક સાથે પોઝીટીવ નોંધાયા બાદ આજે એક સાથે 11 કેસ સ્વાઇનફ્લુના પોઝીટીવ નોંધાયા છે આરોગ્ય વિભાગે આપેલી સત્તાવાર માહિતી મુજબ આજે એક સાથે 11 સ્વાઇનફ્લુ પોઝીટીવ કેસ નોંધાયા હતા જેમાં 6 પુરૂષ અને પાંચ મહિલાનો સ્વાઇનફ્લુ રિપોર્ટ પોઝીટીવ આવ્યો હતો આજે સામે આવેલા કેસોમા લખપત.અબડાસા,અંજાર,ગાંધીધામ,ભુજ અને મુન્દ્રા વિસ્તારમાંથી કેસો સામે આવ્યા હતા. કચ્છમા અત્યાર સુધી ચાલુ મહિનામા સ્વાઇનફ્લુના 53 કેસો નોંધાયા છે અને ચાર વ્યક્તિ મોતને ભેટી છે એક તરફ પાછલા નવ મહિનામા કચ્છમા માત્ર 9 કેસ જ નોંધાયા હતા અને એક વ્યક્તિ મોતને ભેટી હતી પરંતુ કચ્છમાં પણ હવે સ્વાઇનફ્લુ પગપેસારો કરી રહ્યો છે જો કે આરોગ્ય વિભાગે ડોર ટુ ડોર સર્વે સાથે જાગૃતિ માટે અભીયાન શરૂ કર્યુ છે પરંતુ એક સાથે કેસોમા ઉછાળો આવતા કાલે અમદાવાદથી આરોગ્યના ઉચ્ચ અધિકારીઓ કચ્છમાં સ્વાઇનફ્લુની સ્થિતી અંગે સમિક્ષા કરવા માટે કચ્છ આવશે અને સ્થાનીક આરોગ્ય અધિકારી અને કચ્છમાં તેને પહોચી વળવા અંગે કેવી વ્યવસ્થા છે તેની ચકાસણી અને માહિતી મેળવશે જો કે કચ્છમાં કેસો પોઝીટીવ આવી રહ્યા છે પરંતુ મૃત્યદર ધટાડવામા આરોગ્ય વિભાગ સફળ રહ્યુ છે.