દેશના ઘડવૈયા એવા સરદાર પટેલ કેટલા મહાન હતા તે તેના વિરાટ કાર્યો જ દર્શાવે છે જો કે વર્તમાન મોદી સરકારે ગુજરાતના પનોતા પુત્ર એવા સરદાર પટેલની વિશ્ર્વની સૌથી ઉંચી પ્રતિમાં બનાવી તેનુ કદ દુનીયા ભરમાં વધાર્યુ છે આજે સરદાર પટેલ સાહેબની જન્મ જ્યંતી નિમીતે કેવડીયા કોલોની ખાતે તેમની વિશાળ કદ્દની પ્રતિમાનુ અનાવરણ કરાયુ ત્યારે ગુજરાતના મણીનગર ગાદી સંસ્થાને પણ પટેલ સાહેબને અંજલી સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સરદાર સાહેબની ઉપલબ્ધીનું એક મેગેઝીન ભેટ આપ્યું હતું ટાઇમ મેગેજીનના કવર પેઝ પર વર્ષો પહેલા સરદાર પટેલનો ફોટો છપાયો હતો. 1947માં બહાર પડેલા આ મેગેઝીનની નકલ ગુજરાત સરકાર પાસે પણ નથી પરંતુ મણીનગર ગાદી સંસ્થાનની લાયબ્રેરીમાં હતી એ નકલની ભેટ આજે મણીનગર ગાદી સંસ્થાનના આચાર્ય પુરૂષોત્તમ પ્રીયદાસજીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ભેટ સ્વરૂપે આપી હતી. જ્યારે ગુજરાતના પનોતા પુત્રને સમગ્ર દેશ વિશેષ રીતે અંજલી આપવા સાથે સન્માન આપી રહ્યુ છે. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આજે સરદાર પટેલની જન્મ જંયતી પર મણીનગર ગાદી સંસ્થાનના આચાર્યએ આ દુર્લભ એવી ભેટ અર્પણ કરી હતી. આમ સમગ્ર દેશની સાથે મણીનગર ગાદી સંસ્થાને પણ સરદાર સાહેબ માટે લખાયેલ દુર્લભ સંગ્રહ રૂપી મેગેઝીન ભેટ આપી તેમને શ્રધ્ધાસુમન અર્પણ કર્યા હતા તેવુ ભગવતપ્રીયદાસજી સ્વામીએ એક યાદીમા જણાવ્યુ હતુ.