Home Current મુન્દ્રાની વિવાદીત સ્કુલ સામે વાલીઓની લડત યથાવત શિક્ષણ વિભાગે આપ્યા તપાસના આદેશ

મુન્દ્રાની વિવાદીત સ્કુલ સામે વાલીઓની લડત યથાવત શિક્ષણ વિભાગે આપ્યા તપાસના આદેશ

1743
SHARE
બાળકીની છેડતી મુદ્દે ચર્ચામાં આવેલી મુન્દ્રાની કોલરેક્સ પબ્લીક સ્કુલમાં બે દિવસથી વાલીઓએ શરૂ કરેલી લડત આજે પણ ચાલુ રહી હતી ગઇકાલે વાલીઓએ અગાઉ કરેલી માંગણી અને સ્કુલ મેનેજમેન્ટે આપેલી ખાતરી પછી પણ સ્કુલ મેનજમેન્ટે કોઇ યોગ્ય કાર્યવાહી વાલીઓના પ્રશ્ર્ન અને બાળકોના શિક્ષણ હિતમા ન લેતા આજે વાલીઓએ સવારે શાળા બહાર વિરોધ નોંધાવ્યો હતો અને બાળકોને સ્કુલ શિક્ષણથી પણ વંચીત રાખ્યા હતા વાલીઓની માંગ છે કે બાળકીની થયેલી છેડતી બાદ સ્કુલ મેનેજમેન્ટ અને્ વાલીઓ વચ્ચે મળેલી બેઠકમાં 12 મુદ્દાઓને લઇને ચર્ચા થઇ હતી અને તે સમસ્યા દુર કરવાની સ્કુલ મેનેજમેન્ટે ખાતરી પણ આપી હતી પરંતુ આજે દોઢ માસ બાદ પણ તેમના પ્રશ્ર્નો ઉકેલાયા નથી તો વળી સ્કુલના પ્રિન્સીપાલ દ્વારા વિદ્યાર્થીઓ સાથે ઓરમાયુ વર્તન અને ઉદ્દતાઇ ભર્યા જવાબોથી પણ વિદ્યાર્થીઓ ડરમાં છે તેવામાં પ્રિન્સીપાલ અને એક મહિલા કર્મચારીની જ્યાં સુધી બદલી નહી કરાય ત્યાં સુધી વાલીઓ વિરોધ ચાલુ રાખશે અને શિક્ષણકાર્યથી બાળકોને વંચીત રાખશે તેવો નિર્ણય કર્યો હતો.

મુદ્દો જીલ્લા શિક્ષણ અધિકારી પાસે તપાસના આદેશ આપ્યા

સમગ્ર મુદ્દે બે દિવસના વિરોધ બાદ આજે વાલીઓ મોટી સંખ્યામાં ભુજ આવ્યા હતા અને તેમના પ્રશ્ર્નો બાબતે જીલ્લા શિક્ષણ અધિકારીને રજુઆત કરી હતી. સાથે ચિમકી પણ ઉચ્ચારી હતી કે આ મામલે ઝડપી અને યોગ્ય તપાસ થાય અને જ્યા સુધી પ્રિન્સીપાલ અને મહિલા કર્મચારીને સ્કુલ મેનેજમેન્ટ દુર નહી કરે ત્યા સુધી વાલીઓ બાળકોને શાળાએ મોકલશે નહી આ અંગે જીલ્લા શિક્ષણ અધિકારી રાકેશ વ્યાસે વાલીઓની રજુઆત બાદ જણાવ્યુ હતુ કે સ્કુલ સી.બી.એસ.સી બોર્ડ છે તેથી તમામ બાબતો પર શિક્ષણ વિભાગ તપાસ કરશે આર.ટી.ઇ હેઠળ કોઇ નિયમ ભંગ હશે તો કાર્યવાહી કરાશે પરંતુ પ્રિન્સીપાલને બદલવા અંગેનો નિર્ણય સ્કુલ મેનેજમેન્ટ લઇ શકે છે તેથી તે પ્રશ્ર્ને તેઓ કાઇ યોગ્ય નહી કરી શકે પરંતુ જો સ્કુલ મુદ્દે વાલીઓની ફરીયાદમા કયાંક મેનેજમેન્ટ દોષીત જણાશે તો તેનો રીપોર્ટ સી.બી.એસ.સી બોર્ડને મોકલશે.
મુન્દ્રાના બહુચર્ચીત બાળકીની છેડતીના કિસ્સા પછી એક તરફ વાલીઓમા ચિંતા છે પરંતુ સ્કુલ મેનેજમેન્ટ લાજવાને બદલે ગાજી રહ્યુ છે. સી.સી.ટી.વી કેમેરા હોય કે બાળકો સાથે ખરાબ વર્તન હોય પ્રશ્ર્નો રજુઆતો અને ફરીયાદ અનેક છે પરંતુ ન સ્કુલ મેનેજમેન્ટ પગલા લેવા તૈયાર છે ન વાલીઓ જો કે શિક્ષણ વિભાગે હવે દરમ્યાનગીરી સાથે તપાસના આદેશ આપ્યા છે. પરંતુ વાલીઓની જીદ છે જ્યાં સુધી તેમના બાળકોની સુરક્ષા મુદ્દે તેઓને ખાતરી નહી મળે ત્યા સુધી બાળકોને સ્કુલ ન મોકલી વાલીઓનો વિરોધ ચાલુ રહશે.