આમતો કચ્છમાં છાસવારે ઝડપાતા લાખો રૂપીયાના દારૂના જથ્થાની સરખામણીએ કચ્છમાંથી દેશીદારૂ ઝડપાયાની ઘટનાનુ મહત્વ ચોક્કસ ઓછુ આંકી શકાય પરંતુ દેશી દારૂનુ દુષણ ન માત્ર કચ્છ પરંતુ ગુજરાતમા અનેક ઘર બરબાદ કરી ચુક્યુ છે.છાસવારે અનેક લઠ્ઠાકાંડનો સર્જક આ દેશી દારૂ રહ્યો છે ત્યારે ભુજ તાલુકાના ભખરીયા ગામની સીમમાં ધમધમતી દેશી દારૂની ભઠ્ઠી પર ભુજ એસ.સી.બીએ દરોડો પાડી હજારો લીટર દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે ભુજ સહિત સમગ્ર કચ્છમાં દેશી દારૂ ઝડપાયાના અનેક સમાચારો આવતા હોય છે પરંતુ ભખરીયા ગામની સીમમાં મોટી માત્રમાં દેશી દારૂનુ ઉત્પાદન થતુ હોવાની બાતમી એલ.સી.બીને મળી હતી. અને તેથી ભુજ એલ.સી.બીએ ત્યા દરોડો પાડ્યો હતો અને દારૂ બનાવવાના વિવિધ સાધનો સાથે હજારો લીટર દેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો LCB ના દરોડા દરમ્યાન 50 કેરબામાં 1000 લીટર દેશી દારૂનો જથ્થો અને 3400 લીટર દારૂ બનાવવાના આથા સહિત દેશી દારૂ બનાવવાના વિવિધ સાધનો પોલિસે કબ્જે કર્યા હતા. જો કે દરોડા દરમ્યાન દારૂનો વ્યાપાર ચલાવતા ત્રણ ઇસમો મળી આવ્યા ન હતા પરંતુ તેમના નામ ખુલતા LCB એ માનકુવા પોલિસ મથકે ઇમ્તીયાઝ ઉંમર અબડા,ઇસ્માઇલ અભા નાગીયા,અને અનવર ઉર્ફે અનુડો જાકબ સુમરા વિરૂધ માનકુવા પોલિસ મથકે ફરીયાદ નોંધાવી છે.
જે પોલિસની હદ્દમા કાલે ઇગ્લીશ દારૂની મહેફીલ ઝડપાઇ ત્યાંજ ઇગ્લીશની રેલમછેલ

જે પોલિસની હદ્દમા કાલે ઇગ્લીશ દારૂની મહેફીલ ઝડપાઇ ત્યાંજ દેશીની રેલમછેલ
હજુ ગઇકાલે જ માનકુવા પોલિસે વાડી વિસ્તારમા દારૂની મહેફીલ માણતા 8 પ્યાસીઓને ઝડપી પાડ્યા હતા. બાતમીને આધારે પોલિસે કાર્યવાહી કરી તે સરાહનીય છે પરંતુ સવાલ એ પણ છે કે જે રીતે દરાડા દરમ્યાન દારૂની ભઠ્ઠી પરથી મુદ્દામાલ ઝડપાયો છે તે જોતા લાંબા સમયથી આ વિસ્તારમાં દેશી દારૂની ભઠ્ઠી ધમધમતી હોવી જોઇએ અને જો હા તો સ્થાનીક પોલિસ કેમ આવી મોટી ભઠ્ઠીના ધમધમાટથી અજાણ હતી? જો કે હવે વધુ તપાસ માનકુવા પોલિસ મથકને સોંપાઇ છે. ત્યારે આરોપી ઝડપી ઝડપાય અને આ ભઠ્ઠી પરથી ક્યાં ક્યાં દારૂ સ્પલાય થતો હતો તે વિગતો સામે આવે તે પણ એટલુંજ જરૂરી છે.
કચ્છના ઇગ્લીશ દારૂના વ્યાપાર સાથે દેશી દારૂનુ ચલણ પણ અકબંધ છે જે છાસવારે પોલિસની કાર્યવાહી પરથી સાબિત થાય છે જેમા વધુ એક ધમધમતી ભઠ્ઠી ભુજ નજીકના સીમાડામાંથી ઝડપાઇ છે જો કે જરૂરી એ છે કે ઇગ્લીશ દારૂની સાથે પોલિસ દેશી દારૂની આવી હાટડીઓ પર ધોંસ બોલાવે કેમકે અનેક ગરીબ ઘરોને બરબાદ કરવામા આ દારૂની બદ્દી જવાબદાર છે અને પોલિસની કાર્યવાહી પછી પણ ફરી સ્થળ ઠેકાણા બદલી ધમધમતી થઇ જાય છે તે પણ વાસ્તવિકતા છે.