વર્ષ 2016માં ભુજમાંથી નકલી ચલણી નોટના ઝડપાયેલા કારોબારનો વોન્ટેડ આરોપી 2 વર્ષ બાદ ભુજ SOG અને ATSના સંયુક્ત ઓપરેશમાં મુંબઇથી ઝડપાઇ ગયો છે વર્ષ 2016મા મુંબઇનો એક પરિવાર ભુજમાંથી નકલી ચલણી નોટના જથ્થા સાથે ઝડપાયો હતો અને તેની પુછપરછમાં જયુશ નામના એક શખ્સનુ નામ ખુલ્યુ હતુ જો કે પોલિસની અને ગુપ્તચર એજન્સીઓની સઘન તપાસ અને સર્વેલન્સ છંતા જયુશ નામનો આ શખ્સ ઝડપાયો ન હતો પરંતુ લાંબા સમયથી આ કિસ્સામા ગુપ્ત રાહે તપાસ કરી રહેલી ગુપ્તચર એજન્સીને બે દિવસ પહેલા તેને ઝડપવામા સફળતા મળી હતી પાંચ કલાક સુધી વોચમા રહ્યા બાદ ચોક્કસ બાતમીના આધારે ATS અને SOG એ તેની ધરપકડ કરી હતી જેને ગઇકાલે રાત્રે ભુજ લવાયા બાદ હવે વધુ તપાસ માટે એલ.સી.બીને સોંપી દેવાયો છે ગઇકાલે તેના રીમાન્ડ મેળવવા કોર્ટમા રજુ કરાશે અને ત્યાર બાદ સ્થાનીક ગુન્હા શોધક શાખા તેની ઉંડાણ પુર્વકની તપાસ સાથે તેના તાર ક્યાં મળે છે એ દિશામાં તપાસ આરંભશે.
ભુજ એલ.સી.બી શું જોડી શકશે કોઇ નવી કડી?
જે તે સમયે મુંબઇ કનેકશન સાથે ઝડપાયેલ આ કેસમાં જયુશનુ નામ તો સામે આવ્યુ હતુ પરંતુ તે કોણ છે? અને તેના કોની કોની સાથે સંબધો છે? અને તે ક્યાથી આ ચલણી નોટો લાવ્યો હતો? તે તપાસ પર રોક લાગી ગઇ હતી પરંતુ હવે જ્યારે મુળ પશ્ર્ચિમ બંગાળનો એવો જયુશ હનન શેખ એજન્સીઓની ગીરફ્તમાં આવ્યો છે ત્યારે ફરી એ મામલાની તપાસ તેજ બની છે જુશ મોટુ નેટવર્ક નકલી નોટનુ ધરાવતો હોવાની શક્યતા છે અને જે રીતે કચ્છમાંથી વર્ષ 2016માં એક પરિવાર ઝડપાયો હતો તેવા અનેક પરિવારના તે સંપર્કમાં હતો અને નકલી નોટ ઘુસાડયાની શક્યતા નકારી શકાય તેમ નથી જો કે જયુશ ક્યાંથી ચલણી નોટ લાવતો કોની મદદથી લાવતો અને ક્યાં ક્યાં ઘુસાડતો તેની પુછપરછ માટે LCB તેને કોર્ટમાં રજુ કરી રીમાન્ડની માંગણી કરશે અને શક્યતા છે કે તેની પુછપરછમાં વધુ કેટલીક ચોંકાવનારી હકીકતો સામે આવે.
દેશના આર્થીક અર્થતંત્રને નબળું કરતા નકલી નોટના આવા કારસ્તાનો કચ્છમાંથી અનેકવાર ઝડપાયા છે પરંતુ પૈસાની લાલચે અનેક લોકોને ફસાવતા 2016ના ષડયંત્રના આ કિસ્સામાં 2 વર્ષ કરતા વધુ સમય બાદ એક મહત્વની કડી પોલિસની હાથે લાગી છે અને પોલિસને આશા છે કે જાલી નોટના ફેલાયેલા જાળને પોલિસ ભેદી જયુશના સાગરીતો સુધી કદાચ પહોંચી શકશે.