Home Crime અંજારમાં પતી-પુત્રને ઝેર આપવાના કિસ્સામાં પતીનુ મોત થતા બનાવ હત્યામાં પલ્ટાયો

અંજારમાં પતી-પુત્રને ઝેર આપવાના કિસ્સામાં પતીનુ મોત થતા બનાવ હત્યામાં પલ્ટાયો

3122
SHARE
ઘરેલુ કંકાસ અને અનૈતીક સંબધોંમાં અવારનવાર થતા વિખવાદમાં પતી અને પુત્રને જમવામાં ઝેર આપી હત્યા કરવાની કોશીષના સામે આવેલા કિસ્સામા આજે નવો વંણાક આવ્યો છે. તારીખ 13 ના રોજ આ બનાવ પ્રકાશમા આવ્યો હતો અને 15 તારીખે આ મામલે પતીની ફરીયાદ પરથી પોલિસે મહિલા આરોપીની ધરપકડ કરી હતી. 13 તારીખે થયેલા ઝગડા બાદ પત્નીએ પતી અને પુત્રને ખોરકમાં ઝેર આપ્યુ હતુ જો કે સદનશીબે યોગ્ય સારવાર મળતા પિતા-પુત્ર બન્ને બચી ગયા જો કે આજે સારવાર દરમ્યાન હોસ્પિટલમાં દુધાભાઇ હરિભાઇ રાઠોડનુ મોત થતા આ બનાવ હત્યામાં પલ્ટાયો છે. અને અંજાર પોલિસે મહિલા વિરૂધ હત્યાની કલમનો ઉંમેરો કરી વધુ તપાસ હાથ ધરી છે. મહિલા આરોપી હેમીબેનની અગાઉ પતી-પુત્રની હત્યા નિપજાવવાના પ્રયત્ન સંદર્ભે ધરપકડ કરવામા આવી છે. પંરતુ હવે જ્યારે બનાવ હત્યામા પલ્ટાયો છે. ત્યારે આ મામલે પણ અંજાર પોલિસ વધુ તપાસ કરશે દુધાભાઇ રાઠોડ અંજારના મેઘપર કુંભારડી ગામે રહે છે તેઓ રીક્ષા ચલાવતા હતા આડસંબધોની શંકાએ પરિવારમાં અવાર નવાર આજ મુદ્દે ઝગડા થતા આ બનાવ બન્યો હોવાનુ સપાટી પર આવ્યુ હતુ.