Home Crime છસરા પાસે બંદૂક સાથે એક ઝડપાયો : કેબલચોરીનો ભેદ ઉકેલાયો :...

છસરા પાસે બંદૂક સાથે એક ઝડપાયો : કેબલચોરીનો ભેદ ઉકેલાયો : તડીપાર ઝડપાયો

2351
SHARE

છસરા પાસે બંદૂક સાથે એક ઝડપાયો

હજુ થોડા સમય પહેલાજ જે ગામમાં હિંસક અથણામણ થઇ હતી તેવા મુન્દ્રા તાલુકાના છસરા ગામ નજીકથી ગેરકાયદેસર દેશી બંદૂક સાથે એક શખ્સ ઝડપાયો છે. પશ્ચિમ કચ્છ લોકલ ક્રાઇમ બ્રાન્ચ મુન્દ્રા વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી તે દરમ્યાન ત્યાંથી એક શખ્સ પસાર થયો હતો અને તેની પુછપરછ અને ઝડતી કરતા તેના કબ્જામાંથી હાથ બનાવટની સીંગલ બેરલ દેશી બંદૂક ળી આવી હતી. ઝડપાયેલ આરોપી બાબુ દેવા કોલી છુટક મજુરી કામ કરે છે. આરોપી વિરૂધ મુન્દ્રા પોલિસ મથકે ગુન્હો નોંધી ભુજ એલ.સી.બીએ વધુ તપાસ હાથ ધરી છે. આરોપીની પુછપરછમા હથિયાર બનાવનાર અને વધુ કેટલાક હથીયારો ઝડ઼પાય તેવી શક્યતા છે.

હદ્દપારીનો ભંગ કરી ઘરે પરત ફરેલો વવારનો હરી ગઢવી ઝડપાયો

વિવિધ ગુન્હાઓમાં સંડોવાયેલો વવારનો હરી જખુ ગઢવી 6 જીલ્લામાંથી તડીપાર તો કરાયો હતો. પરંતુ હદ્દપારીનો ભંગ કરી હરી જખુ ગઢવી તેના ગામ પરત ફર્યો હોવાની બાતમી ભુજ એલ.સી.બીને મળી હતી. જેની તપાસમાં ભુજ એલ.સી.બી ની એક ટીમ વવાર વાડી વિસ્તારમાં જતા ત્યાથી હરી જખુ ગઢવી મળી આવ્યો હતો જેથી હદ્દપારીના ભંગ બદલ તેની અટકાયત કરી વધુ તપાસ માટે મુન્દ્રા મરીન પોલિસના હવાલે કરાયો છે.

નખત્રાણાના દેવીસરમાંથી કેબલની ચોરી કરનાર શખ્સ ઝડપાયો

નખત્રાણા તાલુકામાં પવનચક્કી સહિત કેબલની ચોરીની મોટી સમસ્યા છે. તેવામાં નખત્રાણા તાલુકાના દેવીસર ગામની સીમમાંથી થયેલી કબેલ ચોરીનો ભેદ ભુજ એલ.સી.બીએ ઉકેલી નાંખ્યો છે. નખત્રાણા વિસ્તારમાં પેટ્રોલીંગ દરમ્યાન માધાપરનો જીલેન જંયતીલાલ પીત્રોડા શંકાસ્પદ વાયરો ચોર્યા હોવાની બાતમીના આધારે તેની તપાસ કરતા તેના કબ્જામાંથી 1,19 લાખના એલ્યુમીનીયમના વાયરો મળી આવ્યા હતા જે કબ્જે કરી વધુ તપાસ માટે નખત્રાણા પોલિસને હવાલે કરાયો છે.

પવનચક્કીના લોંખડનો સામાન ચોરનારને પુર્વ કચ્છ SOG એ ઝડપ્યો

અંજારના નગાવલાડીયા ગામની સીમમાં આવેલી પાવર પ્રોજેક્ટ કંપનીમાંથી પનવચક્કીના લોંખડના સામાનની ચોરી કરનાર ઇસમ પુર્વ કચ્છ એસ.ઓ.જીના હાથે ઝડપાયો છે હિતેષ કુમાર અમૃતલાલ ચુડાસમાએ 25 તારીખે આ સંદર્ભે ફરીયાદ નોંધાવી હતી જે આધારે તપાસ દરમ્યાન અંજારના લાલજી ઉર્ફે લાલો ગોવર્ધન દેવીપુજક નામના શખ્સની એસ.ઓ.જીએ ચોરીના મુદ્દામાલ સાથે ધરપકડ કરી છે રૂપિયા 30,000ના મુદ્દામાલ સાથે વધુ તપાસ માટે આરોપીને અંજાર પોલિસના હવાલે કરાયો છે.