Home Current પશ્ર્ચિમ કચ્છમા નર્મદાનુ પાણી ક્યારે ? નખત્રાણાથી કિસોનોનુ લડતનુ રણશીંગુ : બંધ...

પશ્ર્ચિમ કચ્છમા નર્મદાનુ પાણી ક્યારે ? નખત્રાણાથી કિસોનોનુ લડતનુ રણશીંગુ : બંધ સાથે જંગી સમર્થન 

1660
SHARE
કચ્છને નર્મદાનુ સિંચાઇ માટેનુ પાણી મળે તેની રાહ જોતા ખેડુતો અને લોકો ઢળતી ઉંમરે પણ ચિંતા સેવી રહ્યા છે જો કે ભુકંપ બાદ કચ્છના પુર્વ વિસ્તારમાં નર્મદાનુ પાણી પહોચ્યુ અને આજે કચ્છની જીવાદોરી બન્યુ છે રાપરથી ભચાઉ અને ભચાઉથી અંજાર સુધી તો નર્મદાનુ પાણી પહોચ્યુ પરંતુ હજુ પણ પશ્ર્ચિમ કચ્છના અનેક તાલુકાઓ છે જે સિંચાઇના નર્મદાના પાણી મળે તેની રાહ જોઇ રહ્યા છે અને આ માંગ સાથે અનેકવાર આ લડત થઇ છે પરંતુ હાલ જ્યારે કચ્છમાં અછતની સ્થિતી છે ત્યારે નર્મદાના પાણી મુદ્દે ફરી લડતના મંડાણ થયા છે આજે નખત્રાણા સહિતના ગામોએ સ્વયંભુ બંધ પાળવા સાથે કિસાન રેલીને જંગી સમર્થન આપ્યુ હતુ અને પ્રાન્ત કચેરી મારફત ખેડુતોએ સરકાર સુધી તેમનો અવાજ પહોચાડ્યો હતો.

કઇ રીતે છે નર્મદા ઉપયોગી ?

કચ્છને નર્મદાની લાઇન મારફતે ચોક્કસ પાણી મળે છે અને તેનો લાભ લખપત સહિત છેવાડાના ગામો સુધી પહોચ્યો છે પરંતુ જે રીતે પુર્વ કચ્છને તેનો લાભ મળી રહ્યો છે અને પીવાના પાણીની સાથે નર્મદાનુ પાણી કિસાનો માટે ઉપયોગી સાબિત થઇ રહ્યુ છે તેવી રીતે આજે કિસાનોએ નર્મદાનુ સિંચાઇનુ પાણી લખપત,અબડાસા,નખત્રાણા સહિત પશ્ર્ચિમ કચ્છ સુધી પહોચે તેવી માંગણી સાથે નખત્રાણામા વિશાળ જનસભા સંબોધી હતી અને ત્યાર બાદ રેલી યોજી આવેદનપત્ર આપ્યુ હતુ હાલ જ્યારે કચ્છમાં અછતની સ્થિતી છે અને લાખો કરોડો રૂપીયા પાણીની જરૂરીયાત સંતોષવા માટે સરકાર ખર્ચી રહી છે ત્યારે જો કેનાલનુ ધીમુ અને અટકી ગયેલુ કામ ઝડપી પુર્ણ થવા સાથે પાણી ખેડુતો અને લોકોને મળે તે માટે રજુઆત કરાઇ હતી જેમાં ખેડુતો,પશુપાલકો અને વેપારીઓ સહિત સૌ કોઇએ સમર્થન આપી ટેકો આપ્યો હતો.

વર્તમાન અને પુર્વ ધારાસભ્ય સહિત બીન રાજકીય લડતને અનેકનો ટેકો 

કચ્છમાં નર્મદાના પાણીથી ચોક્કસ પિવાના પાણીની સ્થિતી થોડી હળવી થઇ છે પરંતુ હાલ જ્યારે તમામ ડેમ ખાલી છે વરસાદ નથી પડ્યો તેવામા પશુપાલન સાથે ખેતી પર સૌથી મોટી અસર થઇ છે ખાસ કરીને પુર્વ કચ્છમા પિયત વિસ્તારોમાં નર્મદાનુ પાણી મળી રહ્યુ છે પરંતુ પશ્ર્ચિમ કચ્છમાં ક્યાક કેનાલનુ કામ પુર્ણ ન થયુ હોવાથી મળતુ નથી તેવામા અછતની સ્થિતી સમયે જો કામ પુર્ણ હોય તો કચ્છમા આફત અવસરમા ફેરવાઇ શકે છે ત્યારે કિસાન સંઘના આ વિરોધમાં અબડાસાના ધારાસભ્ય પ્રદ્યુમ્નસિંહ જાડેજા,પુર્વ ધારાસભ્ય બાબુ મેઘજી શાહ અને નખત્રાણાના ભાજપના આગેવાનો સહિત અનેક લોકોએ સમર્થન આપ્યુ હતુ અને રેલીમાં જોડાયા હતા તો વેપારીઓએ પણ બંધ પાડી કિસાનોની માંગને ટેકો જાહેર કર્યો હતો.
કચ્છમાં નર્મદા મુદ્દે લ઼ડત એ કોઇ નવી વાત નથી વર્ષોથી કચ્છમાં નર્મદાના પાણી મળે તે માટે કિસાન જવાન સૌ કોઇની માંગ રહી છે પરંતુ હવે જ્યારે કચ્છમાં નર્મદાના નીર પહોચ્યા છે ત્યારે સમગ્ર કચ્છને તેનો લાભ મળે અને પુર્વની સાથે પશ્ર્ચિમ કચ્છમાં પણ નર્મદાથી કિસાન પશુપાલકો ટકી શકે તે માટે લડતના મંડાણ થયા છે જો કે આ શરૂઆત છે ખેડુતોએ ચિમકી ઉચ્ચારી છે કે સરકાર ઝડપી કામ શરૂ કરી પુર્ણ નહી કરે તો ખેડુતો ઉગ્ર લડતના મંડાણ કરશે..જો કે વાસ્તવવિક્તા પણ એજ છે કે જો નર્મદાનુ પાણી સમગ્ર કચ્છમાં મળે તો અછત કચ્છ માટે ભુતકાળ બની શકે તેમ છે.