પુર્વ કચ્છમા બે મોટી લુંટ સહિત અસંખ્યા ગુન્હાઓ વચ્ચે પોલિસ સતત દોડી રહી છે હજુ પણ પુર્વ કચ્છના આદિપુર-અંજાર વિસ્તારમાં થયેલી 34 લાખ અને 16 લાખની લુંટનો ભેદ ઉકેલાયો નથી અને તેની ગુન્હો ઉકેલવાની દોડધામ વચ્ચે પુર્વ કચ્છ એલ.સી.બીને એક મહત્વની સફળતા હાથ લાગી છે. તારીખ 20થી21 નવેમ્બરની વચ્ચે ગાંધીધામમા આવેલી ભારત ફેન્સી નામની દુકાનમાં 14 લાખની ચોરીની ઘટના બની હતી ભરચક બઝાર વિસ્તારમાં થયેલી ચોરીની ફરીયાદ બાદ તેનો ગુન્હો ઉકેલવાનો પણ પોલિસ માટે પડકાર ઉભો થયો હતો ત્યારે પુર્વ કચ્છ એલ.સી.બીએ બે શખ્સોની આ મામલે આજે ધરપકડ કરી છે અને તેની પાસેથી રોકડ રૂપીયા 10 લાખ પણ રીકવર કર્યા છે પોલિસને ખાનગી રાહે હકિકત મળેલી કે ભચાઉ લાકડીયામા રહેતા બે ભાઇઓ દેવેન રમેશભાઇ વ્યાસ અને પ્રિન્સ રમેશભાઇ વ્યાસ આ ચોરી કરી છે જેથી તેની પુછપરછ કરતા તેઓએ ચોરી કરી હોવાની કબુલાત આપી હતી ચોર બંધુઓએ ભારત ફેન્સીમા કામ કરતા મહેન્દ્ર સિંધી પાસેથી દુકાનની ચાવી મેળવી ડુપ્લીકેટ ચાવી બનાવી હતી અને ત્યાર બાદ તેના પિતા સાથે મળી દુકાનમાંથી 14 લાખની ચોરીને અંજામ આપ્યો હતો પોલિસે પ્રાથમીક પુછપરછમા બન્ને ચોરી કરનાર યુવાનોની ભારત ફેન્સીમા અવરજવર હતી અને ત્યાર બાદ એક કર્મચારીના સંપર્કમાં તેઓ આવ્યા બાદ ચોરીનો પ્લાન બનાવ્યો હતો જો કે અંતે તે ભેદ ઉકેલાઇ ગયો છે ચોર બંધુઓની પુછપરછમા તેઓએ 14 લાખ પૈકી રૂપીયા9.85 લાખ સામખીયાળી સ્થિત શક્તિ ફુટવેર નામની દુકામાંથી કાઢી આપ્યા હતા જ્યારે અન્ય પૈસા પોતાના કૌટુબીંક સંબધી અને થોડા રૂપીયા લેણા પુરવા કરવા માટે આપ્યા હોવાની કબુલાત કરી છે હાલ વધુ તપાસ માટે આરોપીઓને એ ડીવીઝન પોલિસ મથકે સોંપાયા છે જ્યા તેમની વધુ પુછપરછ સાથે ચોરીમા મદદગારી કરનાર તેના પિતા સહિત અન્ય સાગરીતોની ભુમીકા અંગે પોલિસ તેની પુછપરછ કરશે જો કે પુર્વ કચ્છમાં ચોરી લુંટના વધેલા કિસ્સાઓ વચ્ચે ચોક્કસ પોલિસ માટે આ ડીટેક્ટશન એક ટોનીકનુ કામ કરશે.