Home Current મધરાત્રે પતિએ ફોન કર્યો કે મારી પત્નીને પ્રસૂતિની પીડા ઉપડી છે,108 ની...

મધરાત્રે પતિએ ફોન કર્યો કે મારી પત્નીને પ્રસૂતિની પીડા ઉપડી છે,108 ની ટીમ ત્યાં પહોંચી તો શું જોયું?

5447
SHARE
ગુજરાત સરકાર સંચાલિત 108 એમ્બ્યુલન્સ સેવા ના સ્ટાફ ને કચ્છના ગ્રામીણ વિસ્તારોમાં તબીબી સવલતની સુવિધાના અભાવે કડવા મીઠા અનુભવ થતા રહે છે. જોકે, કચ્છનો 108 નો સ્ટાફ પોતાની સૂઝબૂઝ અને હૈયા ઉલ્કત ના આધારે કપરી પરિસ્થિતિમાં પણ રસ્તો કાઢી લે છે. પણ, પ્રસૂતા મહિલા અને તેમના પરિવારજનો માટે સૌથી વધુ મુશ્કેલ પરિસ્થિતિ અને કસોટી પ્રસુતિ સમયે સર્જાય છે, તેનું કારણ છે, ગ્રામીણ વિસ્તારોમાં ગાયનેકોલીજીસ્ટ ડોકટર અને અન્ય તબીબી સુવિધાનો અભાવ!! તો, ગ્રામીણ વિસ્તાર માં થી પ્રસૂતા માતાને ઝડપભેર શહેરની હોસ્પિટલમાં સારવાર માટે પહોંચાડવા નું કામ 108 માટે ભારે પડકારજનક અને કસોટીભર્યું હોય છે. આજે વાત કરીશું, આવા જ એક કિસ્સાની અને જાણીશું 108 ની ટીમે શું કર્યું?

મધરાતે ફોન આવ્યો અને 108 ની ટીમ ભુજ ના અટલનગર (ચપરેડી) પહોંચી

ભુજ 108 ની એમ્બ્યુલન્સ-૨ ને સોમવાર (૨૬/૧૧/૧૮) ના મધરાતે કોલ મળ્યો કે, ભુજના અટલનગર (ચપરેડી) ગામે એક પ્રસૂતા માતાને પ્રસૂતિની પીડા ઉપડી છે અને ઝડપભેર ત્યાં પહોંચો. 108 એમ્બ્યુલન્સ-૨ ના EMT ભદ્રેશ પટોળીયા ન્યૂઝ4કચ્છ સાથે વાત કરતા કહે છે કે, અમે મારતી ઝડપે અટલનગર ચપરેડી ગોપાલભાઈ મેરીયાને ઘેર પહોંચ્યા. ત્યાં પહોંચીને જોયું તો, પ્રસૂતા માતા જાગૃતિબેનની હાલત ગંભીર હતી. ભુજ ખસેડવા તેમના અને નવજાત બાળક બન્ને ના જીવન માટે જોખમ ભર્યું હતું. તેનું કારણ બાળક ઊંધું હતું અને જાગૃતિબેન ને દર્દ વધુ હતું, રસ્તામાં કંઈ પણ જોખમ સર્જાઈ શકે તેવું હતું. મેં ( EMT ભદ્રેશ પટોળીયા) મારા 108 ના પાયલોટ હિરેન ચિત્રોડીયા ની મદદ થી જાગૃતિબેન ની મુશ્કેલ પરિસ્થિતિ જોઈને તેમના (ગોપાલભાઇ ના) ઘરે જ પ્રસુતિ કરવાનું નક્કી કર્યું. અને, પરોઢિયે ૪/૩૦ વાગ્યે જાગૃતિબેન ની પ્રસુતિ સફળ રીતે થઈ અને નવજાત શિશુ નો જન્મ થયો. તરત જ પ્રસૂતા માતા અને નવજાત શિશુને ભુજની અદાણી જી. કે. જનરલ હોસ્પિટલમાં દાખલ કર્યા બન્ને એકદમ સ્વસ્થ છે. પોતાની પત્ની અને નવજાત શિશુ નો જીવ બચાવવા માટે ગોપાલભાઈ મેરિયાએ 108 ની ટીમ પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરી છે.