લગ્ન મંડપે જતા પહેલા બ્લડ ડોનેશન કેમ્પ યોજી ભુજના શાહ પરિવારે નવતર ઉદાહરણ પૂરું પડ્યું છે. .ચી. હેન્સ નરેન્દ્રભાઈ શાહ અને ચી. હસ્તી મહેન્દ્રભાઈ દોશી પ્રભુતામાં પગલાં માંડવા જઈ રહ્યા છે શુભલગ્ન નિમિતે હેન્સને રાષ્ટ્રસેવા કરવાની પ્રેરણા થઇ અને લગ્ન પ્રસંગ નિમિતે યોજ્યો બ્લડ ડોનેશન કેમ્પ પ્રથમ બંને નવ દંપતીઓએ રક્તદાન કર્યું તો એ પછી સબંધીઓ, શુભેચ્છકોએ આ પ્રેરણાદાયી કાર્ય આવનારા સમયમાં યોજારાના લગ્ન પ્રસંગો માટે ઉદાહરણરૂપ બનશે ગત તારીખ ૦૮મી ડિસેમ્બરના ભુજની જીવન જ્યોત બ્લડબેન્કમાં પરિવારજનો અને શુભેચ્છકો દ્વારા બ્લડ ડોનેશન કરાયું હતું ચી. હેન્સ અને ચી હસ્તી વચ્ચેની સામ્યતા અદભુત છે.
બંનેની જન્મ તારીખ એક જ.. તા,૩૦/૦૯/૧૯૯૪.
બંનેનું જન્મ સ્થળ એક જ. રાપર.
બંનેની બર્થ હોસ્પિટલ એક જઃ. સુશ્રુષા હાસ્પિટલ.રાપર.
બંનેની કોલેજ એક જ. કોમર્સ કોલેજ, ભુજ.
પાછા બંને લેફ્ટિ છે.
આટલી બધી સામ્યતા હોવા છતાં બંને પહેલા ક્યારેય એક બીજાને ઓળખતા ના હતા. અને વડીલોના આશીર્વાદથી પ્રભુતામાં પગલાં માંડવા જઈ રહયા છે અને એ પણ રક્તદાન જેવા મહાદાન થકી.પહેલા કોઈની જીવનને હસતી કર્યા પછી જીવનમાં ચી. હસ્તી સંગે પગલાં પાડશે. હેન્સ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે સાથે સાથે પબ્લિક સ્પીકિંગ ટ્રેનિંગ પ્રોગ્રામ પણ ચલાવે છે. ચી. હેન્સ. ચી. હસ્તી સારાં કુકીંગ એક્સપર્ટ છે અને અચ્છા ફેશન ડિઝાઈનર પણ છે. આપણે વિવિધ જાતની કેક ખાઈએ જ છીએ . પણ ચી. હસ્તીએ બનાવી છે પોતાના જ આઈડિયાઝથી ‘રેડ વેલ્વેટ કેક’ બનાવી.
સી.એ. હેન્સ ભુજમાં સૌભાગ્ય ભુવનથી પ્રિ પ્રાઈમરી શરુ કરી પ્રથમ અજરામર સ્કૂલ અને પછી વીડી. હાઈસ્કૂલમાં અભ્યાસ કર્યો. ભુજની કોમર્સ કોલેજથી ગ્રેજ્યુએટ થયા. ‘ગેટ ટુ ગેધર’ મેથર્ડ દ્વારા ગ્રુપને સાથે રાખીને લોકો સુધી પહોંચવું વધુ ગમે છે. વિદ્યાર્થીકાળમાં અનેકવિધ પ્રવૃતિઓમાં ભાગ લીધો છે. ટેબલ ટેનિસમાં ઓલ ઇન્ડિયા ઇન્ટર યુનિવર્સિટી કોલેજ કોમ્પિટિશનમાં ભાગ લેવાનો મોકો એમને મળ્યો છે. એમના પિતાશ્રી નરેન્દ્રભાઈ વાડીલાલભાઈ શાહ ઘી ભુજ મર્કેન્ટાઇલ કો-ઓપ. બેંક લિમિટેડમાં આસી. જનરલ મેનેજરનું પદ શોભાવે છે. તેઓ પણ અનેક સામાજિક – સેવાકીય પ્રવૃતિઓ સાથે સંકળાયેલા છે. સૌને ઉપયોગી થવાનું ઉમદા ભાવ નરેન્દ્રભાઈનો. હેન્સના મમ્મી શ્રીમતી ચેતનાબેન નરેન્દ્રભાઈ શાહ ત્યાં ચી. હસ્તીના મમ્મી શ્રીમતી રસીલાબેન મહેન્દ્રભાઈ દોશી પણ મળતાવડા સ્વભાવના. આજે યોજાયેલા રક્તદાન કેમ્પને સફળ બનાવવા ચિરાગ શાહ, વિશાલ શાહ, વૈભવ શાહ, મિલી શાહએ સફળ પ્રયાસો કર્યા હતા. ડો. રમણીકભાઇ પટેલ સાથે રહ્યા હતા.