દારૂનો એક કેસ કરી આડેસર પોલિસ પરત ફરી રહી હતી ત્યારે જ એક શખ્સ પોલિસને જોઇ ભાગવાની કોશીષ કરી રહ્યો હતો પોલિસને શંકા ગઇ અને પીછો કરી ઝડપ્યો તો તેની પાસેથી ગેરકાયદેસર હથિયાર મળી આવ્યુ આડેસર પોલિસ દારૂનો કેસ કરી પરત ફરી રહી હતી ત્યારેજ આરોપી દિનમામદ ઇસ્માઇલ હિંગોરજા પોલિસ વાનને જોઇ ભાગવા લાગ્યો પોલિસે પીછો કરી પકડ્યો તો તેના કબ્જામાંથી હાથ બનાવટની દેશી ગેરકાયદેસર બંદુક મળી આવી જે હથિયાર બાબતે તેની પાસે કોઇ સંતોષકારક જવાબ ન મળતાં પોલિસે તેની ધરપકડ કરી છે ઝડપાયેલો દિનમામદ રાપરના ટગા ગામનો રહેવાસી છે જેને આડેસર પોલિસે ઝડપી તેની વધુ પુછપરછ શરૂ કરી છે અને હથિયાર ક્યાથી મેળવ્યુ અને શુ ઉપયોગ માટે હથિયાર ખરીદ્યું હતુ તે અંગે આડેસર પોલિસ દિનમામદની વધુ પુછપરછ શરૂ કરશે.