વાગડ સૌથી આગળ નું સુત્ર જાણે દુકાળ વરસ મા પણ સાથઁક થતું જોવા મળે છે.. આ વરસે મેઘરાજા નહીંવત્ પ્રમાણ મા વરસ્યા છે એટલે રાપર તાલુકા ના લગભગ તળાવ.. ડેમ સહિત ના જળાશયો ખાલીખમ પડયા છે. ત્યારે વાગડ ના ખેડૂતો ને ઘાસચારા અને રવિપાક નિષ્ફળ ના જાય તે માટે રાજય સરકાર દ્વારા કચ્છની નર્મદા કેનાલમા પાણી છોડાયુ છે, નર્મદાનું આ પાણી આવી જતાં વાગડ ના ખેડૂતો કેનાલ વાટે દુર દુર સુધી પાણી લઈ જઈ રાત દિવસ એક કરીને જીરું નું વાવેતર શરૂ કર્યું છે. રાપર ખેતીવાડી અધિકારી શ્રી પરમારના જણાવ્યા અનુસાર અંદાજે ત્રીસ હજાર હેક્ટર (અંદાજીત પોણો લાખ એકર) માં જીરું નું વાવેતર થયું છે. તે સિવાય અન્ય પાક ઘઉં,રાયડો, ઈસબગુલ, એરંડા તેમજ ઘાસચારા માટે મકાઈ,બાજરી,જુવાર નું વાવેતર પણ થયું છે. જે અંદાજ મુજબ આ તમામ વાવેતર પંદર હજાર થી વધુ હેકટર મા થયું છે નર્મદા કેનાલ વાટે તો 38 ગામો ની જમીનો પર વાવેતર તો થઈ રહ્યું છે. ઉપરાંત રવ.. સુરબાવાંઢ.. ડાવરી.. મોણકા.. જાટાવાડા.. મૌઆણા.. બાલાસર… આડેસર. ગાગોદર.. માખેલ.. જેસડા. સુવઈ.. રામવાવ.. ખેંગારપર. સહિત ના વિસ્તારમાં વાવેતર થયું છે. તો નર્મદા યોજનાની પેટા કેનાલમા પણ પાણી છોડાયુ છે, એટલે દુર દુર સુધી રાત દિવસ ડીઝલ એન્જિનના અવાજ થી સીમાડો ગાજી ઉઠયો છે. આ વરસે અછતમા પણ રાપર તાલુકાનો વિસ્તાર વાવેતરમાં આગળ રહે તેવા એંધાણ છે. વાગડ અછતમા પણ આગળ રહે તે હવે નર્મદા યોજનાની કચ્છ બ્રાન્ચ કેનાલ દ્વારા સાકાર થઈ રહ્યું છે. તો ખેડૂતોએ નિયમિત કેનાલ મા પાણી છોડવામાં આવે તેમજ વિજ પુરવઠાને જાળવી રાખવા માટે માંગણી કરી છે. નર્મદા યોજનાની કચ્છ બ્રાન્ચ કેનાલ દ્વારા ત્રીસ હજાર હેક્ટરમા જીરું નું વાવેતર થયું છે તો જેમની પિયત જમીન છે તેવી અંદાજે વીસ હજાર જેટલી રાપર તાલુકાની જમીનો પર જુદા જુદા રવિ પાકનું વાવેતર થયું છે તેમ સુત્રો એ જણાવ્યું હતું. રાપર અને ભચાઉ થી નર્મદા યોજનાનું કામ આગળ વધે તો સિંચાઈ ના પાણી સમગ્ર કચ્છની કાયા પલટ કરી શકે તેમ છે.