Home Crime ભુજના સામાજિક અગ્રણી પર અજાણ્યા શખ્સો દ્વારા હુમલો : અસ્થિભંગ સહિતની ઈજાઓ

ભુજના સામાજિક અગ્રણી પર અજાણ્યા શખ્સો દ્વારા હુમલો : અસ્થિભંગ સહિતની ઈજાઓ

5249
SHARE
ભુજ શહેરમાં હવે કાયદાના ડર વગર અસામાજિક તત્વો બેફામ બની રહ્યા હોય તેવો તાલ સર્જાયો છે એક તરફ પોલીસ કાયદો અને વ્યવસ્થા માટે સતત સજાગ રહીને રાત્રી પેટ્રોલિંગ ચુસ્ત બનાવીને લોકોને પોતાની ફરજનો અહેસાસ કરાવી રહી છે બીજી તરફ કાયદો અને વ્યવસ્થાને જાણે પડકાર આપતા હોય તેમ અસામાજિક તત્વો રસ્તે ચાલતા રાહદારીઓ સામે દાદાગીરી કરી રહ્યા હોય એવા કિસ્સા બની રહ્યા છે મંગળવારે સાંજે બનેલા આ કિસ્સાએ તો ભુજમાં કાયદો વ્યવસ્થા સામે ચોક્કસ સવાલ સર્જ્યા છે ભુજના સામાજિક અગ્રણી અને ભુજ સુધરાઈના કર્મચારી દર્શક અંતાણી પર થયેલા હુમલાથી શહેરીજનોમાં આશ્ચર્ય સાથે ચિંતાનો માહોલ સર્જ્યો છે. શહેરની સુખાકારી સહિત શહેરમાં આવેલા મહાનુભાવોની પ્રતિમાઓના પ્રસંગોની ઉજવણી કરતા અને શ્રમિક વર્ગમાં વાર તહેવારે માનવીય સંવેદના સાથે ઉજવણી કરતા સામાજિક અગ્રણી પર અજાણ્યા શખ્સો હુમલો કરી જાય એજ ઘટના કાયદો અને વ્યવસ્થાને સવાલોના દાયરામાં લાવે છે
રાવલવાડી રઘુવંશી નગર પાસે પોતાના દ્વિચક્રી વાહન પર જઈ રહેલા દર્શક અંતાણી ઉપર પાછળથી આવતી કારમાંથી ઉતરીને બે અજાણ્યા શખ્સોએ પાઇપ અને ધોકા સાથે હુમલો કરીને નાશી છૂટ્યા હતા આ હુમલા દરમ્યાન દર્શક્ભાઈએ આજીજી સાથે પૂછ્યું કે મારા પર શામાટે હુમલો કરો છો? પણ હુમલો કરનાર શખ્સો નાશી છૂટ્યા હતા. આ ઘટનાથી હતપ્રભ બની ગયેલા દર્શક્ભાઇ કારના નંબર કે શખ્સોની ઓળખ જાણી શક્યા નહોતા આ હુમલાથી ઇજાગ્રસ્ત બનેલા દર્શક અંતાણીને ફ્રેક્ચર સહિતની ઈજાઓ થઈ છે તેમણે એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.
જોકે આ હુમલા બાદ અનેક સવાલો ઉભા થયા છે…. શું દર્શક્ભાઇ ને કોઈ સાથે અગાઉ બોલાચાલી થઈ હતી? શું હુમલો કરનાર શખ્સો માણસ ઓળખવામાં ભૂલ કરી ? ભુજ સુધરાઈમાં કામદારોના પ્રશ્ને લડત ચલાવી રહેલા દર્શક્ભાઈનું કોઈથી મનદુઃખ હતું ? આવા અનેક સવાલો વચ્ચે પોલીસે ગંભીર બની હુમલાખોર સુધી પહોંચવું રહ્યું કેમકે બિન વિવાદાસ્પદ વ્યક્તિ પર થયેલો હુમલો ભુજમાં વધી રહેલી દાદાગીરી અને લુખાગીરીની સાબિતી સમાન કહી શકાય.