Home Current ગાંધીધામના અગ્નિવેશ અયાચીની IPL માં પસંદગી : કચ્છના ક્રિકેટપ્રેમીઓમાં ઉત્સાહ

ગાંધીધામના અગ્નિવેશ અયાચીની IPL માં પસંદગી : કચ્છના ક્રિકેટપ્રેમીઓમાં ઉત્સાહ

1748
SHARE
ગાંધીધામના યુવા ક્રિકેટર અગ્નિવેશ અયાચીની IPL 2019 માટે પસંદગી થતા કચ્છના ક્રિકેટ પ્રેમી અને ઉત્સાહી ખેલાડીઓમાં ખુશી સાથે ઉત્સાહનો સંચાર થયો છે. બાળપણથીજ ક્રિકેટમાં રુચિ ધરાવનાર અને સમયાંતરે ક્રિકેટ ક્ષેત્રે સારો દેખાવ કરનાર અગ્નિવેશની રાજસ્થાનમાં જયપુર ખાતે IPL 2019 માટે ખેલાડીઓની યોજાયેલી હરાજી દરમ્યાન કિંગ્સ ઈલેવન પંજાબની ટીમમાં પસંદગી કરાઈ હતી આંતરરાષ્ટ્રીય ક્રિકેટ ખેલાડીઓ સામેની ટીમમાં સૌપ્રથમ વખત કચ્છના ઊગતા ક્રિકેટરની પસંદગી કચ્છ માટે ગૌરવ કહી શકાય, જયપુર ખાતે યોજાયેલી હરાજીમાં અગ્નિવેશ અયાચીને 20 લાખની પ્રાઈઝમાં કિંગ્સ ઈલેવન પંજાબની ટીમે ખરીદ્યો હતો.બેંગ્લોર ખાતે ક્રિકેટ એકેડમીમાં પ્રેક્ટિસ કરી રહેલા અગ્નિવેશની મોહાલી ખાતે આઈપીએલના સિલેકટરો દ્વારા ટ્રાયલ લેવામાં આવી હતી જ્યાં તેમણે રાજસ્થાન રોયલ અને કિંગ્સ ઈલેવન પંજાબ માટે ટ્રાયલ આપી હતી. ટ્રાયલમાં માત્ર બેથી ત્રણ ઓવરમાં જ અગ્નિવેશે પોતાની બોલિંગ અને બેટિંગનું કૌવત દર્શાવ્યુ હતું ત્યારબાદ યોજાયેલી હરરાજીમાં તેમની પસંદગી કરાઈ છે પંજાબની ટીમમાં અગ્નિવેશને ફાસ્ટ બોલર અને ઓલ રાઉન્ડર તરીકે લેવામાં આવ્યો છે. ગાંધીધામના ઉદ્યોગપતિ અને કચ્છ ડિસ્ટ્રીકટ રૂરલ ફ્રી ટ્રેડ એસોસિએશનના પ્રમુખ ચંદ્રશેખર અયાચીન પુત્ર અગ્નિવેશની IPL માં થયેલી પસંદગી કચ્છ માટે ગૌરવની સાથે કચ્છના ઉગતા અને ઉભરતા ખેલાડીઓ માટે પણ દિશા સૂચક અને પ્રેરણારૂપ કહી શકાય એવી ઘટના છે 23 વર્ષિય અગ્નિવેશ ચન્દ્રશેખર અયાચીને કચ્છના રમતવીરો તથા કચ્છી પ્રજા વતી અભિનંદન….