કચ્છમા ભાજપના એક વોટ્સઅપ ગ્રુપમાં હાલમાંજ કોઇ રંગીન મિજાજી કાર્યક્રરે અશ્ર્લીલ વિડીયો અને સાહિત્ય પીરસ્યું હોવાની ઘટના તાજી છે અને તેની ચર્ચા હજુ પણ કચ્છભરમાં છે ત્યા વધુ એક શર્મસાર ઘટના પ્રકાશમા આવી છે સોશિયલ મિડીયાના માધ્યમથી ઘટના કઇક એવી છે જે તમને શર્મશાર તો કરશે જ સાથે વિચારતા પણ કરી મુકશે કે શુ એક શિક્ષક આવુ કરી શકે ઘટના રાપરના મુખ્ય શિક્ષકોના વોટ્સઅપ ગ્રુપમાં બની છે.
સોશિયલ મીડીયાએ આજે સૌ કોઇને જોડી રાખ્યા છે અને તેની આડઅસર પણ એટલી જ છે એનુ કદાચ આ ઘટના જીવતું જાગતું ઉદાહરણ છે પરંતુ સાથે એક પ્રશ્ર્ન પણ છે કે વિદ્યાર્થીને જ્ઞાન પીરસનાર શિક્ષક આવુ અશ્ર્લીલ સાહિત્ય ગ્રુપમાં પીરશે તે વ્યાજબી કહેવાય ?
ઘટના રાપર તાલુકાના મુખ્ય શિક્ષકોના ગ્રુપમાં બની જ્ઞાનની આપલે અને સમાચારોથી શિક્ષકો એકબીજાને વાકેફ કરતા હતા ત્યા જ અચાનક 9712674425 નંબર પરથી ગ્રુપમાં રંગીન મીજાજી શિક્ષક દ્વારા વિડીયો અપલોડ થાય છે અને તે સાથે જ ધમાસાણ શરૂ થાય છે કોઈ કોમેન્ટ મુકે છે આ શુ છે તો કોઇ કહે છે શુ હતુ સાહેબ આ બધુ? તો કોઇ કહે બાપુ આ ગ્રુપમાં આવુ શુ છે? આવી અનેક કોમેન્ટનો મારો થયો જો કે થોડી મીનીટોમાં વિડીયો ડીલીટ થઇ ગયો જો કે કોમેન્ટનો મારો ચાલુ રહ્યો કોઇકની કોમેન્ટમા વિડીયો ન જોવાનો રંજ ઝલકતો હતો તો કોઇકની કોમેન્ટમા શિક્ષક આવુ કરી શકે? તેવા પ્રશ્ર્નો તો કોઇક તો ગ્રુપમાંથી લેફ્ટ થઇ ગયુ.મહિલા શિક્ષકો ધરાવતા ગ્રુપમાં આવુ બીજી વાર બન્યુ
રાપરના મુખ્ય શિક્ષકોના ગ્રુપમાં અશ્ર્લીલ કહી શકાય તેવો વિડીયો અપલોડ થયો તે ગ્રુપમાં રાપર વિભાગના મહિલા શિક્ષકો પણ છે અને ગ્રુપમાં આવા વીડીયોથી શરમજનક સ્થિતિમાં ચોક્કસ મુકાયા હશે જો કે કેટલાક જાગૃત શિક્ષકોએ આધાર સાથે ન્યુઝ4કચ્છ ને આપેલી માહિતી મુજબ આ ગ્રુપમાં અગાઉ પણ આજ રીતે બિભત્સ વિડીયો અપલોડ થયો હતો પરંતુ કોઇ કાર્યવાહી થઇ નથી ત્યારે વધુ એકવાર આવી ઘટના બની છે જે શિક્ષણ સમાજ માટે દુખદ કહી શકાય
કચ્છમાં અગાઉ શિક્ષણ સમાજમાં શરાબ-શબાબના અનેક ચર્ચાસ્પદ કિસ્સાઓ બની ચુક્યા છે પરંતુ સોશિયલ મીડીયાના અતિરેકમાં રાપરના શિક્ષણ ગ્રુપમા બનેલી આ ઘટનાથી કોઇની ઠંડી ઉડી ગઇ હતી તો કોઇકને ઠંડીમાં પણ પરસેવો પાડી દીધો હતો જો કે થોડી મીનીટોમાં જ રાપર સહિત શિક્ષણ જગતમાં આ ઘટના ચર્ચાનું કેન્દ્ર બની હતી જો કે હવે જોવાનું એ રહે છે કે કામુક શિક્ષકની ભુલ કહો કે કામુકતાનો અતિરેક તેની સામે શિક્ષણ વિભાગ શુ પગલા લે છે? કેમકે એક શિષ્ય ભુલ કરે ત્યારે શિક્ષક તેને સુધારી શકે પરંતુ જ્યારે એક શિક્ષક આવા રસ્તે જાય ત્યારે સભ્ય સમાજ પર તેની ગંભીર અસર પડે છે.