Home Current બૉલીવુડ સ્ટાર અર્જુન કપૂર પહોંચ્યા સફેદ રણ મા – થર્ટી ફર્સ્ટ પહેલાં...

બૉલીવુડ સ્ટાર અર્જુન કપૂર પહોંચ્યા સફેદ રણ મા – થર્ટી ફર્સ્ટ પહેલાં જ સફેદ રણ માં ધસારો

1744
SHARE
કચ્છનું સફેદ રણ હવે ખરા અર્થ માં આકર્ષણ નું કેન્દ્ર બની ગયું છે. એટલે જ હવે ટુરિસ્ટોનો ડિસેમ્બર એન્ડ ની ઉજવણી અને પાર્ટીનો ધસારો ગોવાને બદલે કચ્છ તરફ વધ્યો છે. માંડવી નો સુંદર દરિયાઈ બીચ અને ધોરડો નું સફેદ રણ એ બન્ને ટુરિસ્ટ પોઇન્ટ્સ દેશ વિદેશ ના ટુરિસ્ટો ને આકર્ષી રહ્યા છે. હવે સેલિબ્રેટીઓ માટે પણ સફેદ રણ ઉજવણી નું હોટ સ્પોટ બન્યું છે. બૉલીવુડ સ્ટાર અર્જુન કપૂર એક દિવસ ના કાર્યક્રમ માટે ખાસ કચ્છના સફેદ રણ ના મહેમાન બન્યા હતા. સૂત્રો ના જણાવ્યા પ્રમાણે કોર્પોરેટ ક્ષેત્ર સાથે સંકળાયેલી મહિલાઓ દ્વારા આયોજિત કાર્યક્રમ માટે ધોરડો ના સફેદ રણ આવ્યા હતા. ગઈકાલે મંગળવારે રાત્રે ધોરડો પહોંચ્યા બાદ રાત્રે યોજાયેલ એક વિશેષ કાર્યક્રમ માં અર્જુન કપૂરે હાજરી આપી ને નૃત્ય પણ કર્યું હતું. ત્યારબાદ વહેલી સવારે તેઓ મુંબઈ પરત ફર્યા હતા. નવી પેઢીના યુવા વર્ગના લોકપ્રિય હીરો અર્જુન કપૂર ની સફેદ રણ ની મુલાકાત એકદમ ગુપ્ત રખાઈ હતી. તેમના પરત ફર્યા બાદ અર્જુન કપૂર ના સફેદ રણ ના પ્રવાસ વિશે જાણકારી અપાઈ હતી. જોકે, પોતાના ટ્વીટર એકાઉન્ટ ઉપર પણ અર્જુન કપૂરે સફેદ રણ અને રણોત્સવ નો ઉલ્લેખ કરી ફોટાઓ મુક્યા હતા.