સામાન્ય રીતે પોલીસ રાત્રે રાઉન્ડમાં નીકળે તો લોકો ફટાફટ કામ ધંધા સંકેલીને ઘરભેગા થઈ જાય છે પરંતું શુક્રવારે મધરાતે જ્યારે પુર્વ કચ્છના એસપી તેમનાં ખાનગી વાહનમાં હાઈવે ઉપર નીકળયા ત્યારે લોકોને એટલાં માટે નવાઈ લાગી કે તેઓ રસ્તા ઉપર સુઈ રહેલા ગરીબ અને નિરાધારને ધાબળા આપી રહયા હતાં. એસપી પરીક્ષિતા રાઠોડ તેમનાં પતિ સાથે ધાબળા લઇને તેમનાં ખાનગી વાહનમાં નીકળ્યા હતાં ત્યારે તેમની સાથે પોલીસનો કાફલો હતો પણ સાદા ડ્રેસમા, અને તેં પણ ગણતરીના માણસો હતાં. પહેલા ગાંધીધામ હાઇવે ઉપર સરદાર પટેલના પૂતળા પાસે પુલ નીચે સુઈ રહેલા લોકોને ધાબળા આપ્યાં પાછી તેઓ રેલવે સ્ટેશન ગયા હતાં. અને ત્યાર પછી એસટી સ્ટેન્ડ ઉપર પણ આંટો માર્યો હતો. સામાન્ય રીતે પોલીસની છાપ લોકોમાં કડકાઈ ભરી રહી છે તેવામાં પુર્વ કચ્છના પોલીસ વડા એવા એસપીના આ અનુકરણીય અને બિરદાવવા લાયક કામને જોઈને ઠંડીમાં ઘરે જઇ રહેલા લોકોએ પણ જાણે તેમને મનોમન સેલ્યુટ કરી રહયા હોય તેવો ભાવ તેમનાં ચહેરા ઉપર જોવા મળ્યો હતો.
માનવીય સંવેદના સભર કહી શકાય એવા આ કાર્ય થકી પોલીસ પ્રજાનો મિત્ર છે એનાથી પણ વિશેષ કહી શકાય કે પોલીસ પ્રજાની હમદર્દ પણ છે અત્યારે સમગ્ર કચ્છ ઠંડીના ભરડામાં ઠુંઠવાઇ ગયું છે ત્યારે આ સવેંદના ભરી હૂંફ ચોક્કસ ગરીબોને ગરમીનો અહેસાસ કરાવશે જોકે પ્રસિદ્ધિથી અળગા રહીને એસ.પી પરિક્ષિતા બહેને કરેલી આ સેવાકીય પ્રવૃત્તિ ધ્યાને આવતા અન્ય અધિકારીઓ કે કર્મચારીને પ્રેરણારૂપ બનશે એ ઉદેશ્ય સાથે પ્રેરાઈને આવા સદ્દકાર્યની નોંધ લઈ લોક જાગૃતિની ફરજ બજાવવાનો પ્રયાસ કર્યો છે માનવીય સંવેદના બદલ પરિક્ષિતા બહેનના આ કાર્યને સલામ.