ધૈર્ય છાયા દ્વારા : દર રવિવારે ફેસબુક અને ન્યુઝફોરકચ્છ ન્યુઝ પોર્ટલના માધ્યમથી પ્રકાશિત થતી ઈ કોલમ ‘મેળાવો’ના એપિસોડમાં આપનું ખડખડાટ પૂર્વક સ્વાગત. મળીએ રંગમંચ, ટીવી ફિલ્મ જગત સાથે સંકળાયેલા હાસ્ય સમ્રાટ, લેખક, દિગ્દર્શક અને અભિનેતા શ્રી સિદ્ધાર્થ રાંદેરિયાને આમતો એમની સાથે ત્રીજી વખત મુલાકાત થઇ. એક વખત કચ્છી કલાકાર કિશોર સચદે સાથે ભુજ આવેલા અને બીજીવાર અમદાવાદમાં. પણ ‘મેળાવો’ના માધ્યમથી પ્રથમ જ વખત. જન્મ ૧૭મી ડિસેમ્બર ૧૯૫૫ના મુંબઈ ખાતે.
આ લખાય છે ત્યારે ટી.વી.માં હડતાળ છે… અને ટીવી સામાન્ય જીવનનું કેવું અંગ બની ગયું છે એ સમજાય છે. ઈન્ટરનેટનું માધ્યમ સબળ હોવા છતાં ટીવી એ ટીવી. અહીં દરેક રસ પીરસવામાં આવે છે પછી એ ખેલ જગત હોય.. કે રાજકીય.. કળા જગત હોય કે ધાર્મિક.. સાંસ્કૃતિક,,, ટીવી બધું પીરસે.. ગમેતે કહો.. ‘ગુજ્જુભાઈ’ની કોમેડી ફિલ્મો જોયા પછી તો મારી દ્રષ્ટિએ ટીવી ‘આઇડિયલ બોક્સ’ છે.. સરકાર કંઈક વ્યાજબી કરી આપે અને આપણે ટીવીનો વિવેકપૂર્વક ઉપયોગ કરીએ એવી આશા. ‘મેળાવો’ના ૮માં હપ્તામાં મળીએ છેલ્લા ચાર દરકાથી રંગમંચ અને ફિલ્મોમાં અભનય પાથરી રહેલા ‘ગુજ્જુભાઈ’ ફેમ શ્રી સિદ્ધાર્થ રાંદેરીયાને સિદ્ધાર્થભાઇના પિતાશ્રી પ્રોફેસર મધુકરભાઈ રાંદેરિયા અને માતુશ્રી હીરાબેન મ. રાંદેરિયા. એમના પિતાશ્રી પ્રો. મધુકરભાઈ પણ અચ્છા નાટ્યકાર હતા. ૪૦ વર્ષથી કલા ક્ષેત્રમાં સફળ રહેલા સિદ્ધાર્થભાઇ આમતો જન્મથી જ કલાકાર છે. એમના પીતાશ્રી પ્રો. મધુકરભાઈ નું એક નાટક આવ્યું ‘રંગીલો રાજા’ જે ગુજરાતી રંગમંચનું એવું પ્રથમ નાટક હતું જેમના થકી જ રંગમંચમાં ટીકીટબારીની પ્રથા શરુ થઇ.. ઇન્ડિયન નેશનલ થિયેટરની રજૂઆત હતી અને એ નાટકના રીહર્શલ થતા હતા. જે રીહર્શલ જોવા એમના માતાજી જતા ત્યારે સિદ્ધાર્થભાઈ નો જન્મ થવાનો હતો. એ નાટકના રીહર્શલોના માહોલ દરમ્યાનથી જ એમને ગર્ભ સંસ્કાર મળ્યા એવું કહેવાય. ૧ થી ૭ ધોરણ સુધી સિક્કા નગરની મોર્ડન સ્કૂલ સ્કૂલમાં અભ્યાસ લીધો. ત્યાં પણ બાળ નાટકોમાં ભાગ લીધો. અભ્યાસકાળ દરમ્યાન ઇન્ડિયન નેશનલ થીયેટરે બાળ નાટકોની એક શાખા શરૂ કરી.. ૧૯૬૯ના અરસામાં બાળકલાકાર સિદ્ધાર્થભાઈએ ‘ચાલો બટુકજીના દેશમાં’ , ‘બટુકજી નો ન્યાય’ , ‘છકો મકો’ આ ત્રણ નાટકોમાં અભિનય કર્યો. એ સમય દરમ્યાન ૭૫ થી ૧૦૦ જેટલા બાળ નાટ્ય પ્રયોગો થયા શાળા દરમ્યાન નાટકો કરવાનો રોમાન્સ જ અલગ હતો.. સ્કૂલ ચાલુ હોવા છતાં અઠવાડિયું, મહિનો છુટ્ટી લઈને અમદાવાદના એક બંગલામાં આખો આખો મહિનો બાળ કલાકારો ભેગા થાય અને રોજ સાંજે નાટ્ય પ્રયોગો થતા. ૧૧ વર્ષની ઉંમરથી રેડિયો નાટકો કરવાનું શરુ કર્યું. એ દરમ્યાન રેડિયોમાં ‘ઓલીવર્ષ ટ્વીસ્ટ’ નામનું અઢી કલાકનું નાટક કર્યું હતું જેમાં એમને પ્રાઈઝ પણ મળ્યું. ૧૯૭૨ પછી કોલેજકાળ શરુ થયો.. સિદ્ધાર્થભાઇના બનેવી દિલ્હીમાં બહુ સારા આર્કિટેક્ચર. સિદ્ધાર્થભાઇને પણ આ લાઈનમાં જવાનું મન થયું.. સિદ્ધાર્થભાઇ બાળપણથી જ સારું પેન્ટિંગ કરતા.. સંગીતનું પણ જ્ઞાન એટલે એમણે આર્કિટેક્ચરમાં એડમિશન લીધું. લગભગ દોઢેક વર્ષ પછી એવું ફીલ થયું કે, અહીં બધું છે.. નાટકો કરવા નથી મળતાં.. તે વખતે મુંબઈના ચોપાટી સ્થિત ભારતીય વિદ્યા ભવન ખાતે ઇન્ટરકોલેજ કોમ્પિટિશન યોજાતી જેનું ખુબ ખુબ મહત્વ હતું.. સિદ્ધાર્થભાઇએ એમના પિતાજીને વાત કરી કે મારે અર્કીટ્રેકચર કોલેજ છોડીને જયહિન્દ આર્ટસ કોલેજમાં એડમિશન લેવું છે.. ત્યારે મૂળે કલાકાર એવા એમના પિતાજી અને જૈન કોલેજ ભવન્સના ગુજરાતી પ્રોફેસર મધુકરભાઈએ એમની લાગણી સમજી આર્ટસમાં એડમિશન અપાવ્યું. ઇન્ટરકોલેજ કોમ્પિટિશન દરમ્યાન જેમનું પણ સારું પર્ફોમસ હોય એમણે લઈને એક કમર્શિયલ નાટક કરવાનું સરકારે વિચાર્યું અને અને એ નાટક હતું ‘વૈરી’ , બીજા વિશ્વ યુદ્ધ આધારિત આ નાટકમાં સિદ્ધાર્થભાઈએ ભૂમિકા ભજવી. પરેશ રાવલ, હોમી વાડિયા, મહેન્દ્ર જોશી, અરૂંધતી રાવ એ નાટકમાં સાથી કલાકારો રહ્યા. દરેક પાત્ર અઘરા છે.. દરેક પાત્ર એકદમ સહેલા છે.. આ એમની ડિફીનેશન છે. પાત્રની અનુચિત રહી કામ કરવું એ અઘરું છે.. ૧૯૮૨માં એમના એરેન્જ મેરેજ થયા. શ્રીમતી શૈફાલીબેન સાથે. સામાન્ય રીતે એ ‘ભયજનક’ ઘટના તરીકે યાદ રહેતી નથી એવું હસીને સહજતાથી જણાવ્યું.. એમના બે સુપુત્રો ઈશાન અને અન્વિત. ઈશાન કોમર્સનો સ્ટુડન્ટ અને ધડાકો કર્યો અને બનાવી ગુજરાતી ફિલ્મ, સિદ્ધાર્થભાઇના બે બે નાટકો ગુજ્જુભાઈની ઓળખ બનાવી ગયા. સિદ્ધાર્થભાઇ એટલે ‘ગુજ્જુભાઈ’. એક બ્રાન્ડ મળી… એ જોતા પ્રથમ વખત ૨૦૧૫માં ગુજરાતી સિનેમામાં પ્રવેશ કર્યો.. અને એક પછી એક એક સફળ ફિલ્મ આવતી ગઈ. ‘ગુજ્જુભાઈ ધ ગ્રેટ’ સહજ રીતે સિદ્ધાર્થભાઇ એ જણાવ્યું એક દેશ અલગ હોય.. ભાષા અલગ હોય.. પણ વર – વહુના મીઠા ઝગડા બધે જ છે અને સાથે પેકેજ ડીલ પણ .. સાસુ.. પતિ – પત્ની – સાસુને સાથે લઈને દરમાં કરે છે જે લોકોને વધુ પસંદ પડે છે. ૧૯૯૪માં અમેરિકા ગયા..’ભાઈ’ નું પ્લે લઇ ને.. અઠવાડિયામાં બે જ શો .. અને હવે ૫૦ દિવસમાં ૫૮ શો થાય છે.. આટલું ઓડિયંશ વધી ગયું છે જેનો એમને આનંદ છે. અમેરિકા પછી ઓસ્ટ્રેલિયામાં પણ ગુજરાતી નાટકો જોવાય છે.. યુકેમાં પણ સારો પ્રતિસાદ મળી રહ્યો છે.
ભારતમાં નાટકના યુનિટ સાથે ૨૫ જણા હોય જયારે વિદેશ જઈએ ત્યારે કોસ્ટ ઓફ વ્યુ ૮ તો ૧૦ જણાએ બધું સાંભળવું પડે.. ફોલ્ડિંગ સેટ લઈને ખુદ કલાકારે જવું પડે..
૨૦૦૨માં ‘ગુજજુભાઈ એ ગામ ગજાવ્યું’ થી ‘ગુજ્જુભાઈ’ શ્રેણીની શરૂઆત થઇ ૨૦૦૭માં ‘લગે રહો ગુજ્જુભાઈ’. ૨૦૧૨માં ‘લો ગુજ્જુભાઈ ઘોડે ચડ્યા’, ‘ ગુજ્જુભાઈની ગોલમાલ’ જેવી નાટ્ય શ્રેણીઓ પછી ૨૦૧૫માં ‘ગુજ્જુભાઈ’ ગુજરાતી સિનેમામાં પ્રવેશ્યા અને બનાવી ‘ ગુજ્જુભાઈ ધ ગ્રેટ’ તો ૨૦૧૮માં ‘ગુજ્જુભાઈ મોસ્ટ વોન્ડેટડ’
અત્યારે ગુજરાતી સીને જગતમાં વર્ષે ૬૦ થી ૬૫ ફિલ્મો બની રહી છે ત્યારે વધુમાં વધુ પ્રેક્ષકો ફિલ્મો જોતા થશે એવી આશા સેવી છે. ‘ગુજ્જુભાઈ મોસ્ટ વોન્ડેટડ’નું શૂટિંગ કચ્છમાં પણ થયું ત્યારે ૧૫ થી ૨૦ દિવસ સખ્ત ગરમીમાં શૂટિંગ કર્યું. કચ્છના શૂટિંગ વખતે એમને કચ્છના લોકોનો ભરપૂર પ્રેમ મળ્યો.. ‘રણોત્સવ’ દરમ્યાન ‘નટસમ્રાટ’ લઈને કચ્છમાં ધામા નાખ્યા હતા. ૩૦મી ઓગસ્ટ /૨૦૧૮ના ‘નટસમ્રાટ’ ફિલ્મ રૂપે પણ રજૂ થઇ.
સિદ્ધાર્થભાઇએ ક્યારેક સેટ ના હોય તો પણ નાટકો કર્યા છે.. નાટક માટે સાતત્ય જાળવી રાખવું અઘરું છે.. એમના માટે તમામ પ્રયોગ સુખદ પ્રસંગ છે.. પણ એમના દાદી અવસાન પામ્યા એ દિવસે એનો શો હતો અને છાતી પર પથ્થર રાખીને એ શો કરવો પડ્યો.. આ જીવન છે.. કલાકારોનું. રંગદેવતાના આશિર્વાદ સિદ્ધાર્થભાઇ પર કાયમ રહે. સિદ્ધાર્થભાઈએ એક જ મંત્ર આપ્યો..’શો મસ્ટ ગો ઓન’.