(ભુજ) જાણીતા કચ્છી આગેવાન કુંવરજી નાનજી કેનિયા નું શુક્રવારે ધુળેટી ના રાત્રે 9 કલાકે દુઃખદ નિધન થયું છે. આજે તેમની અંતિમ યાત્રા માં મુંબઇ ના જાણીતા આગેવાનો,વ્યાપારીઓ, જોડાયા હતા. 94 વર્ષીય કુંવરજી ભાઈ કુંવરજી બાપા ના નામે કચ્છી સમાજ માં લોકચાહના ધરાવતા હતા. મૂળ મુંદરા તાલુકા ના બારોઇ ગામ ના વતની કુંવરજીભાઈ કેનિયા એ કચ્છ અને મુંબઇ માં ઉદાર હાથે શૈક્ષણિક,જીવદયા,ધાર્મિક અને સામાજિક ક્ષેત્રે ઉદાર હાથે સખાવત કરી હતી. તેમના નિધન થકી સમગ્ર કચ્છી સમાજ ને કદીયે ના પુરાય તેવી મોટી ખોટ પડી છે.