Home Current શા માટે માંડવી ના મુસ્લિમ પરિવારો મોદી સરકાર પર છે ખુશ ?

શા માટે માંડવી ના મુસ્લિમ પરિવારો મોદી સરકાર પર છે ખુશ ?

539
SHARE
એક કોટડી માં કેદ ખાવા ના નામે થોડો ખોરાક અને ક્યારે છુટકારો થાય એ નક્કી નહીં !!! વિદેશ ની ધરતી ઉપર અંધકારમય ભવિષ્ય અને છૂટકારા નો આશાર ન દેખાય ત્યારે કેવી પરિસ્થિતિ થાય ?? સાજીદ ઉમર સુમરા અને ઇબ્રાહીમ રજાક સપ ની જુબાન માં કહીયે તો આ અનુભવ જહાંનુંમ(નર્ક) જેવો હતો. ઈરાન ની જેલ માંથી સાડા ત્રણ વર્ષ પછી છૂટી ને વતન સલાયા(માંડવી-કચ્છ) ફરેલા સાજીદ અને ઈબ્રાહીમ ની આંખો માં ડર અને ચહેરા ઉપર આજેય ભય અનુભવી શકાય છે.દુબઇ થી એડન માલ ભરી ને જતું માંડવી નું વહાણ ઈરાન પાસે દરિયા માં તૂટી પડ્યું.તેના 12 ખલાસીઓ ને ઈરાન સરકારે પકડી ને જેલ માં પુરી દીધા.તેમાંથી 9 નસીબદાર હતા તેઓ જે તે સમયે જ છૂટવામાં સફળ રહ્યા.પણ ?? ત્રણ રહી ગયા તેમના નસીબ માં વગર વાંકે કાળ કોટડી લખાઈ હતી. જો કે હવે સાડા ત્રણ વર્ષે તેમનો છુટકારો થયો. તેનું શ્રેય આ બંને ખલાસીઓ અને તેમનો પરિવાર વડાપ્રધાન નરેન્દ્ર મોદી.વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજ ને આપે છે.તેમના થકી જ તેઓ ઈરાન ની જેલ માંથી છૂટી ને પરત વતન ભારત આવી શક્યા. વહાણ માં ખલાસી તરીકે મધદરિયે નોકરી કરી પેટિયું રળતા આ મુસ્લિમ પરિવારો કહે છે કે સાંસદ વિનોદ ચાવડા અને ભડાલા જમાત ના સહકારથી મોદી સરકાર ના પ્રયત્નો ના કારણે અમારો છુટકારો શક્ય બન્યો છે.હજીયે ગરીબ પરિવારો નો અવાજ સરકાર સુધી પહોંચે છે.