Home Current હોલ ટિકિટ ના વિવાદ વચ્ચે કચ્છ માં 45451 વિદ્યાર્થીઓ ની બોર્ડ પરીક્ષા...

હોલ ટિકિટ ના વિવાદ વચ્ચે કચ્છ માં 45451 વિદ્યાર્થીઓ ની બોર્ડ પરીક્ષા આપશે

469
SHARE

(ભુજ) રાજ્યભર માં અત્યારે હોલ ટિકિટ ના ચાલતા વિવાદે જોર પકડ્યું છે. પણ આ વિવાદ વચ્ચે કચ્છ ની જિલ્લા શિક્ષણ કચેરી એ પરીક્ષા માટે ની તૈયારી પુરી કરી લીધી છે.ધોરણ 10  માં 31969 અને 12 માં 13482 એમ કુલ મળીને 45451 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે.જિલ્લા શિક્ષણ અધિકારી રાકેશ વ્યાસ ના જણાવ્યા અનુસાર આ વખતે ધોરણ 10 માં ત્રીજા ઝોન તરીકે નખત્રાણા ને માન્યતા અપાઈ છે.એટલે ભુજ ,ગાંધીધામ અને નખત્રાણા આમ ત્રણ ઝોન રહેશે.જોકે ધોરણ 12 માં 2 જ ઝોન ભુજ અને ગાંધીધામ રહેશે.પરીક્ષા ચોરી અટકાવવા માટે સીસી ટીવી અને વિજીલન્સ ટીમ દ્વારા નજર રખાશે. રાજ્ય ના ગૃહ વિભાગ દ્વારા પરીક્ષા પાર પાડવા માટે વીડિયો કોન્ફરન્સ થી માર્ગદર્શન અપાઇ રહ્યું છે.