ગુજરાત ભાજપના પુર્વ પ્રદેશ ઉપપ્રમુખ જેન્તીભાઇની હત્યાના પાંચમાં દિવસે પણ પોલિસ સત્તાવાર રીતે કંઈ જાહેર કરી શકી નથી. જેન્તીભાઇની હત્યા થઇ ત્યારથીજ આ કેસમાં ફરીયાદ સિવાયના વ્યક્તિઓની સંડોવણીની શક્યતા પણ રાજકીય નિષ્ણાંતોએ વ્યક્ત કરી હતી. તેવામાં સમાચાર માધ્યમોમાં છેલ્લા 3 દિવસથી હત્યા કેસમા જેની સંડોવણીની શક્યતા છે તેવી મનિષા ગોસ્વામી અને તેના સાગરીતો સહિત ચાર વ્યક્તિઓની આ મામલે અટકાયત અને પુછપરછ ગુપ્ત રીતે થઇ રહી હોવાના અહેવાલો પ્રસિધ્ધ થઇ રહ્યા છે. જો કે હત્યાના પાંચમાં દિવસે પણ પોલિસે વિવિધ પુછપરછ અને શંકાસ્પદના નિવેદનો લીધા હોવા છંતા હજુ આ કેસમાં સત્તાવાર કોઇની ધરપકડ કે અટકાયતની વાતને રદીયો આપ્યો હતો. અને તપાસ ચાલુ હોવાનુ જણાવ્યુ હતુ. જો કે પાંચ દિવસની તપાસમાં પોલિસે શુ કર્યુ તે અંગે કોઇ ચોક્કસ માહિતી આપવાનો ઇન્કાર કર્યો છે. તો બીજી તરફ મનીષાના પતિની તબિયત લથડી હોવાના અહેવાલ છે. પોલિસ ભલે હજુ આ અંગે સત્તાવાર કાઇ કહેવા તૈયાર ન હોય પરંતુ પ્રાથમીક તપાસમાં એટલુ તો સ્પષ્ટ થઇ જ ગયુ છે. કે મનિષા અને તેના સાગરીતોની હત્યાકેસમા સંડોવણી ચોક્કસ છે. તેવામાં ATS,અને SIT નો મોટો કાફલો 2 દિવસ કચ્છમા ગુપ્ત રીતે તપાસ કરી પરત ફર્યો છે. જેથી એકાદ દિવસમાં જરૂરી કાયદાકીય ફોર્માલીટી પુર્ણ કરી આરોપીઓને અટકમા લેવાશે.
જેન્તીભાઇના પરિવારને પોલિસ સુરક્ષા અપાઇ
અમદાવાદ સ્થિત નિવાસ સ્થાને જેન્તીભાઇની અંતીમવીધી બાદ તેનુ બેસણુ પણ ત્યાજ રખાયુ હતુ. તો આજે અબડાસા સ્થિત તેમના ગામમાં પણ તેમનુ બેસણુ રખાયુ હતુ. પરંતુ જે રીતે હજુ પણ કેસમાં પોલિસ મગનુ નામ મરી પાડવા તૈયાર નથી. તેવામાં પોલિસે તપાસની સાથે જેન્તી ભાનુશાળીના પરિવારને પોલિસ સુરક્ષા આપી છે. જેમા નરોડા સ્થિત તેમના નજીકના કુટુંબીજન ઉપરાંત જેન્તીભાઇથી જે નજીક છે. તેવા વ્યક્તિઓને પોલિસ સુરક્ષા અપાઇ છે. અને હથિયારધારી પોલિસ કર્મચારીઓ તેમના ઘર અને પરિવારના સભ્યોની સુરક્ષા માટે તૈનાત કરાયા છે.
ઘટનાના પાંચ દિવસ બાદ આમતો ચિત્ર સ્પષ્ટ થઇ ગયુ છે. પરંતુ પોલિસે સત્તાવાર રીતે કોઇપણ મહત્વની બાબત જાહેર ન કરી હત્યાકાંડ પર રહસ્ય બનાવી રાખ્યુ છે. ચોક્કસ મહત્વની બ્રાન્ચ અને તેના બાહોશ અધિકારીઓ સંપુર્ણ ઘટનાક્રમનો ઉંડો અભ્યાસ કરી ચુક્યા છે. પરંતુ ક્યાક ઉતાવળમા કાંઈ કાચું ન કપાય અને તપાસ ને કોઈ હાનિ ન પહોંચે તેવી નીતી સાથે ધીમી પણ મક્કમ તપાસ કરી રહ્યા છે.