નિર્દોષ પક્ષીઓ ઉપર અત્યારે મકરસંક્રાંતિ ના તહેવારો દરમ્યાન સતત મોતનું જોખમ ઝળુંબતું રહે છે. આપણો પતંગ ચગાવવાનો શોખ આકાશમાં વિહરતા નિર્દોષ પક્ષીઓ માટે જોખમરૂપ ન બને તે માટે આપણે માનવીય સંવેદના દાખવી ને ઉત્તરાયણ ની ઉજવણી કરીશું તો એ ખરા અર્થમાં દાન પુણ્ય ના શુભ શુકન સાથેની સાચી ઉજવણી હશે. પતંગ નો માંજો અને તેમાં પણ ચાઈનીઝ દોર નિર્દોષ પક્ષીઓ ના મોતનું કારણ બને છે. એટલે સૌ પ્રથમ તો આપણે એક સંકલ્પ કરવાની જરૂર છે કે, ચાઈનીઝ દોરી થી પતંગ નહીં ચગાવીએ. આપણા ઘર પરિવાર સાથે મિત્ર વર્તુળ માં પણ સૌ આ સંકલ્પ લે તે માટે આપણે તેમને સમજાવીએ.
આ નંબર સાથેની માહિતી વધુ લોકો સુધી પહોંચાડી જીવદયા નું પુણ્ય કમાઈએ..
મકરસંક્રાંતિ દરમ્યાન કચ્છ માં સરેરાશ ૨૦૦ જેટલા પક્ષીઓ માંજા ના કારણે ઘાયલ થાય છે. તેમાં અડધા ના મોત થાય છે, અને બાકીના ઘાયલ થાય છે, તેમના પાંખ કે પગ ઘણીવાર કાયમ માટે કપાઈ જાય છે, ઘણા પક્ષીઓ આંખ ગુમાવી બેસે છે. ઉત્તરાયણ ના તહેવાર દરમ્યાન આપનો એક ફોન ઘાયલ થયેલા પક્ષીઓ ને નવી ઝીંદગી આપી શકે છે, ઉત્તરાયણ માં જ્યારે દાન પુણ્ય કરવાનું શુભ માનવામાં આવે છે ત્યારે એક મુંગા જીવ ને ‘અભયદાન’ આપવાનું કાર્ય સૌથી શ્રેષ્ઠ દાન બની શકે છે. ભુજના સુપાર્શ્વ જૈન સેવા મંડળ દ્વારા ભુજ સહિત કચ્છ ના વિવિધ તાલુકાઓમાં પક્ષી બચાવ અભિયાન હેઠળ સારવાર કેન્દ્ર શરૂ કરાશે. અહીં ઘાયલ પક્ષીઓને આપણે પહોંચાડીને તેમને નવું જીવન આપી શકીએ છીએ.
ભુજ ના આ નબરો નોંધી લેશો..
મોબાઈલ નંબર 9426215213/ 9879928038/ 9825422712/ 9825608606/ 9825486252/ 9825490229
કરુણા એમ્બ્યુલન્સ ને પણ 1962 નંબર પર ફોન કરીને ઘાયલ પક્ષી ને સારવાર માટે મદદરૂપ બની શકાય છે.