દયાપરમાંથી બાઇક ચોર ઝડપાયો
ડીટેઇન કરેલી બાઇકનો ચાલક લાંબા સમય સુધી બાઇક છોડાવવા ન આવતા પોલિસને બાઇક ચોરીનો આરોપી મળી ગયો છે. 2018મા દયાપર પોલિસે એક બાઇક ડીટેઇન કરી હતી. પરંતુ તેનો ચાલક લાંબા સમય સુધી બાઇક છોડાવવા ન આવતા પોલિસને શંકા ગઇ હતી અને પોલિસે તપાસ કરતા બાઇક ભુજમાંથી ચોરાયુ હોવાનુ ખુલ્યુ હતુ. પોલિસે આ મામલે જેઠુભા અર્જુનસિંહ જાડેજાની ધરપકડ કરી છે. અને તેની પુછપરછમાં અગાઉ પણ બાઇક ચોરીમા આવી ગયેલા મનસુખ મણીલાલ ભટ્ટ કે જે અગાઉ પણ બાઇક ચોરી સહિતના ગુન્હાઓમા આવી ગયો હોય તેને ઝડપવા સહિતની દિશામા પોલિસે તપાસ તેજ કરી છે.
ગાંધીધામ બી ડીવીઝન પોલિસે જુગાર રમતા 6 ઝડપ્યા
કચ્છમા જાણે જુગાર બારે માસ હોય તેમ ગાંધીધામના વાવાઝોડા ઝુંપડા નજીકના ખુલ્લા ગ્રાઉન્ડમા જુગાર રમાતી હોવાની બાતમીના આધારે પોલિસે ત્યા દરોડો પાડ્યો હતો. જેમાં 6 શખ્સો જાહેરમા જુગાર રમતા ઝડપાઇ ગયા હતા. ગાંધીધામના અગલ-અલગ વિસ્તારમાં રહેતા શખ્સો ગ્રાઉન્ડમાં જાહેરમાં જુગાર રમતા હતા પોલિસે 33,665 ના મુદ્દામાલ સાથે આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.
મોટી ચીરઇમાંથી દારૂ ઝડપાયો
દારૂ માટે કુખ્યાત એવા ચીરઇમાંથી ફરી દારૂ ઝડપાયો છે. ચીરઇના કોલીવાસમા મકાનની ઓરડીમાં સંતાડી રાખેલા દારૂ અંગે પુર્વ કચ્છ એલ.સી.બીને બાતમી મળી હતી. જે આધારે પોલિસે દરોડો પાડતા વિરેન્દ્રસિંહ હરદેવસિંહ જાડેજાએ જથ્થો રાખ્યો હોવાનુ ખુલ્યુ હતુ. 58,000ની કિંમતની 168 બોટલ સહિત 40 લીટર દેશી દારૂનો જથ્થો પણ પોલિસે ઓરડીમાંથી કબ્જે કર્યો છે.
અનેક લોકોને સીસામા ઉતારનાર મીરઝાપરનો ચીટર ઝડપાયો
ભુજના મીરઝાપર ગામે રહેતા અનેક લોકોને વિવિધ રીતે ઠગી સીસામા ઉતારનાર હિતેશ વેલજી પરમારની અંતે પોલિસે ધરપકડ કરી છે પોલિસ રીમાન્ડમાં અન્ય લોકો સાથે થયેલી ઠગાઇના કિસ્સા પણ સામે આવી શકે એમ છે. હિતેશ સામે 1-10-2018ના રોજ માનકુવા પોલિસ મથકે 1.27 કરોડની ઠગાઇની ફરીયાદ નોંધાઇ હતી. આરોપી અને તેના સાગરીતોએ સુરક્ષા એજન્સીઓમાં કોન્ટ્રાક્ટ અપવાના બહાને ઠગાઇ કરી હતી. જે લાંબા સમયથી ફરાર હતો જેને માનકુવા પોલિસે ઝડપ્યો છે. આજે તેની રીમાન્ડની કામગીરી કરી તેની વધુ તપાસ હાથ ધરી હતી. હિતેશનુ નામ અગાઉ પણ અનેક કિસ્સાઓમાં સામે આવી ગયુ છે. અને ભુજ મીરઝાપર સહિત આસપાસના ગામોના અનેક લોકો તેના જાસામાં આવી પૈસાના ચક્કરમા ફસાયા છે. જેથી સંભવત તેની તપાસ દરમ્યાન તેની સામે વધુ ફરીયાદ અને ઠગાઇનો આંક વધે તેવી પણ શક્યતા છે.