Home Current હવે ગુજરાતમાં સવર્ણોને ૧૦ ટકા અનામત – જાણો કેવી રીતે એડમિશન અને...

હવે ગુજરાતમાં સવર્ણોને ૧૦ ટકા અનામત – જાણો કેવી રીતે એડમિશન અને નોકરીમાં મળશે લાભ?

1802
SHARE
કેન્દ્ર ની મોદી સરકારે સવર્ણો માટે જાહેર કરેલ ૧૦ ટકા અનામત ના નિર્ણય બાદ તેનો અમલ ક્યારે થશે તેના ઉપર સૌની નજર હતી. હવે, આ દિશામાં પ્રથમ પહેલ રાજ્યની રૂપાણી સરકારે કરી છે. કમુહર્તા ઉતર્યા બાદ તરત જ ૧૦ ટકા સવર્ણ અનામત ના નિર્ણય નો અમલ કરવાની તૈયારી ગુજરાત સરકારે કરી લીધી છે. હવે થી સવર્ણ વિદ્યાર્થીઓ ના શૈક્ષણિક પ્રવેશ અને સરકારી નોકરી માટે ૧૦ ટકા અનામત નો લાભ મળતો થશે. ૨૦૧૯ ના લોકસભાના ચૂંટણી જંગ પહેલા અને પાટીદાર આંદોલન ની ચાલતી મુવમેન્ટ વચ્ચે ગુજરાત સરકારનું આ પગલું રાજકીય રીતે ભારે નિર્ણાયક બની રહેશે.

જાણો ક્યારથી થશે અમલ?

મકર સંક્રાંતિ 14 જાન્યુઆરી 2019 થી રાજ્ય ના ઉચ્ચ શૈક્ષણિક પ્રવેશ અને સરકારી નોકરીઓમાં બિન અનામત રીતે આર્થિક રીતે નબળા વર્ગોને 10 ટકા અનામત નો લાભ મળતો થશે.આ હેતુસર ૧૪ જાન્યુ. ૨૦૧૯ પછી રાજ્યમાં મળવાપાત્ર શૈક્ષણિક પ્રવેશો અને સરકારી નોકરીઓની જાહેરાત થઇ હોય પરન્તુ ભરતી માટેના કોઈ તબક્કાની પ્રક્રિયા શરૂ ન થઇ હોય તેને આ લાભ મળવા પાત્ર થશે. આવી ભરતી અને પ્રવેશ હાલ સ્થગિત રાખીને તેમાં પણ આ 10ટકા અનામત નો લાભ અપાશે.
૧૪ જાન્યુઆરી પહેલા જે જે ભરતી પ્રક્રિયા માં લેખિત મૌખિક પરીક્ષા તેમજ કોમ્યુટર પ્રોફિસિયન્સી ટેસ્ટ પ્રિલીમીનરી પરીક્ષા થઇ ગઈ છે તેને આ અનામત નો લાભ લાગુ થઇ શકશે નહીં.
ભરતી માટેની કોઈ જ પ્રકિયા શરૂ ન થઇ હોય અને માત્ર જાહેરાત જ આપવામાં આવી હોય તેવા કિસ્સામાં નવી જાહેરાત આપીને ભરતી પ્રક્રિયા કરવાની રહેશે. આ 10 ટકા અનામત એસ સી એસ ટી અને એસ ઈ બી સી ને મળવા પાત્ર 49 ટકા ઉપરાંત ની રહેશે. મુખ્યમંત્રી વિજય રૂપાણી એ પ્રધાનમંત્રી નરેન્દ્ર ભાઈ મોદી ની સરકારે બિનઅનામત વર્ગો ને 10 ટકા અનામત આપવાના નિર્ણય નો ગુજરાત માં અમલ કરીને એક ઐતિહાસિક પગલું ભર્યું છે એમ કહી શકાય.