Home Current જેન્તીભાઇની હત્યા માટે સમાજ ન્યાય માટે રસ્તા પર હતો ને કચ્છ ભાજપ...

જેન્તીભાઇની હત્યા માટે સમાજ ન્યાય માટે રસ્તા પર હતો ને કચ્છ ભાજપ લોકસભાની તૈયારીમાં વ્યસ્ત હતું

2343
SHARE
ઉગતા સુરજને સૌ કોઇ પુજે તે પછી કોર્પોરેટ સેક્ટર હોય સમાજ હોય કે પછી હોય રાજકારણ, જેન્તીભાઇની હત્યા પછી કદાચ આવુ ઘણા લોકોને સમજાયુ હશે અને નહી સમજાયુ હોય તો સમય સમજાવી જ દેશે જેન્તીભાઇની હત્યા થઇ તેને આજે 15 દિવસ જેટલો સમય વિતી ગયો જેમા અનેક ચડાવ-ઉતાર આવ્યા કેટલાક કડવા અનુભવ અત્યાર સુધી તેમના પરિવારને પણ થયા હશે જેન્તીભાઇના સારા સંબધો અને તેમની શક્તિથી મદદ મેળવનાર લોકો ને પણ થતુ હશે જેન્તીભાઇ હત્યા પછી આ શુ થઇ રહ્યુ છે? પરંતુ જેમના માટે જેન્તીભાઇએ અત્યાર સુધી કામ કર્યુ તે પાર્ટીને શુ પરિવારને સાંત્વના કે ન્યાય અપાવવા માટે સમય નથી? તેમના અંતીમ દર્શન માટે કચ્છથી અનેક લોકો ગયા ઘણા લોકોને આજે તેમના પરિવાર પ્રત્યે આદર માન અને સાંત્વના હશે પરંતુ દરેક સમાજ માટે આ શીખ સમાન કિસ્સો છે. કેમકે જે પાર્ટી માટે રાત-દિવસ જેન્તીભાઇએ તનતોડ મહેનત કરી તેજ પાર્ટીના લોકો આજે તેમની હત્યાના આટલા દિવસો બાદ પોતાનુ મૌન સરકારની બીકે તોડી શકતા નથી. આજે જ્યારે ભુજમાં ભાજપને ખોબેખોબા મત આપનાર ભાનુશાળી સમાજ જેન્તીભાઇના પરિવારને ન્યાય અપાવવા માટે રસ્તા પર ઉતર્યો હતો તે જ દિવસે કચ્છ ભાજપના નેતાઓ આગામી લોકસભા -2019ની ચુંટણી માટે ભાજપ કાર્યાલય ખાતે તૈયારી કરી રહ્યા હતા.

સાચા મુદ્દે મૌન તોડવામા ભાજપ કોગ્રેસને કોની શરમ?
કાયદો વ્યવસ્થાની વિરૂધ્ધમાં જ્યારે ગુજરાતમા કોઇ ઘટના બને છે ત્યારે કોગ્રેસ ગુજરાતમા કાયદો વ્યવસ્થા છે નહી તેવી બુમરાણ સાથે રસ્તા પર ઉતરી પડે છે અને ગુજરાતને અસાલમત ગણાવે છે પરંતુ વાત જેન્તીભાઇની હત્યાની છે તો સંવેદના અને રાજકીય નિવેદનબાજી સિવાય કોગ્રેસ ગુજરાતની વર્તમાન સરકારને જેન્તીભાઇની હત્યાથી ગુજરાતની કાયદો વ્યવસ્થાની સ્થિતીનો આરીસો દેખાડવામા ચોક્કસ નિષ્ફળ રહી છે તેવુ માની શકાય તો બીજી તરફ ભલે સરકાર વિરૂધ્ધ નહી પરંતુ કચ્છના એક નેતા જેન્તીભાઇને સામાન્ય માણસ ગણી શુ ભાજપ 15 દિવસ સુધી નિર્મમ હત્યા મુદ્દે સરકાર ને પ્રશ્ર્ન ન કરી શકે કે અમારા કચ્છી માડુની હત્યાના આરોપી હજુ કેમ પકડાયા નથી? કદાચ આજ કચ્છની કમનશીબી છે કે સાચા મુદ્દે પણ સરકારને પ્રશ્ર્ન પુછી શકે તેવી નેતાગીરી કચ્છને મળી નથી.

સમાજના વિરોધ વચ્ચે ભાજપે બંધબારણે બેઠકો યોજી

જેન્તીભાઇની હત્યા માટે આમતો ભાજપની નબળી નેતાગીરી એટલીજ જવાબદાર છે કેમકે આંતરીક જુથ્થબંધીને સ્થાનીક કે પ્રદેશ ભાજપ ડામી શક્યુ નથી અને ઉકળતો ચરૂ હત્યાનો લાવા બનીને બહાર આવ્યો પરંતુ હવે જ્યારે તેમના પરિવાર અને સમાજ ન્યાય માટે 15 દિવસથી પ્રતિક્ષા કરી રહ્યુ છે ત્યારે આજે ભાજપે લોકસભાની તૈયારી માટે બેઠકો કરવા સાથે પાલિકામાં ચાલતા વિખવાદ અને ક્યાક ભાજપમાં ચાલી રહેલી જુથ્થબંધી પર ડેમેજ કન્ટ્રોલ કરવા માટેની કવાયત શરૂ કરી હતી જે બેઠકમાં ભાજપના બે સ્થાનીક આગેવાનો સામેસામે પણ આવી ગયા હતા.
ચુંટાયેલા પ્રતિનીધીઓનુ કામ સુખ-દુખમાં પ્રજા સાથે રહેવાનુ હોય છે પરંતુ અહી સરકારના ડરે ન ભાજપ ખુલ્લીને પ્રજા સાથે રહી જેન્તીભાઇની હત્યા મામલે સમર્થન આપી રહ્યુ છે ન તો કોગ્રેસ કાયદો વ્યવસ્થાની સ્થિતીના ચીરહરણ મુદ્દે સરકારના કાન આમડી રહ્યુ છે. જો કે આમપ્રજા,સમાજ અને મોટા સમુહ માટે આ કિસ્સો લાલબત્તી અને ચિંતાજનક છે કેમકે જો મોટામાથાઓની હત્યાના આટલા દિવસો બાદ પણ સરકાર ન્યાય માટે કટ્ટીબધ ન હોય તો આમપ્રજાનુ પુછવુ શુ?