Home Crime પુર્વ-પશ્ર્ચિમ કચ્છમાં દેશી-ઇગ્લીશ દારૂના ધંધાર્થીઓ પર પોલિસનો સપાટો : લાખોના દારૂ સાથે...

પુર્વ-પશ્ર્ચિમ કચ્છમાં દેશી-ઇગ્લીશ દારૂના ધંધાર્થીઓ પર પોલિસનો સપાટો : લાખોના દારૂ સાથે 3 ઝડપાયા

1905
SHARE
પોલિસના ચુસ્ત દારૂબંધીના અમલની કામગીરી વચ્ચે દારૂના ધંધાર્થીએ પણ દારૂના વેચાણ અને હેરફેરની કામગીરી અવીરત રાખી છે. જો કે આવીજ દારૂની હેરફેર પર ગતરાત્રીથી સવાર સુધીમા પોલિસે ધોંસ બોલાવી છે પુર્વ અને પશ્ર્ચિમ કચ્છ પોલિસે વિવિધ સ્થળેથી 3 ઇગ્લીસ દારૂના જ્યારે 11થી વધુ દરોડા દેશી દારૂના ધંધાર્થી પર પાડી સપાટો બોલાવ્યો છે જો કે દેશી દારૂના કેટલાક કિસ્સામાં આરોપી સંજોગોનો લાભ લઇ નાસી જવામાં સફળ રહ્યા છે.

કાર-મોપેડમા લઇ જવાતો દારૂ ભુજ LCB એ ઝડપ્યો

ભુજ લોકોલ ક્રાઇમ બ્રાન્ચની વિવધ ટીમ ગઇકાલે રાત્રે પેટ્રોલીંગમા હતી ત્યારે બાતમી મળી હતી કે માધાપરમા રહેતો વસીમ ઉર્ફે વસલો હસનઅલી યમની પોતાના કબ્જાની કારમા દારૂ લઇ જતો હોવાની બાતમીના આધારે પોલિસે તેને ઝડપ્યો હતો તેની પાસેથી તપાસ દરમ્યાન 168 નંગ બિયરના ટીમ મળી આવ્યા હતા જેથી કાર તથા બીયર સહિત 1.67 લાખના મુદ્દામાલ સાથે તેની ધરપકડ કરી છે તો બીજી તરફ ભુજ નિર્મલસિંહની વાડી ભાનુશાળી નગર વિસ્તારમાં રહેતો રિયાઝ મહમંદઇશાક સુમરા પ્ણ દારૂ સાથે ઝડપાયો હતો. તેના કબ્જાની મોપેડમાંથી 13 બોટલ ઇગ્લીશ દારૂની મળી આવી હતી તો આ ઉપરાંત ભુજ,નખત્રાણા,સુખપર,માનકુવા સહિતના વિસ્તારોમાં દેશી દારૂના 10થી વધુ કેસો કરવામાં આવ્યા હતા. જેમા લાખો લીટર દેશી દારૂ બનાવવાનો આથો અને તૈયાર દારૂનો મુદ્દામાલ લોકલ ક્રાઇમબ્રાન્ચ ભુજની વિવિધ ટીમે કબ્જે કર્યો છે.

ગાંધીધામાં કારમાં લઇ જવાતો દારૂ ઝડપાયો

એક તરફ પશ્ર્ચિમ કચ્છમાં લોકલ ક્રાઇમબ્રાન્ચે સપાટો બોલાવ્યો તેમ પુર્વ કચ્છમાં બી.ડીવીઝન પોલિસે પણ સપાટો બોલાવ્યો હતો. અને સેક્ટર-08મા ઓફીસની અંદર દારૂના વેચાણનો પ્રદાફાશ કર્યો છે પોલિસે સચોટ બાતમીના આધારે દરોડો પાડ્યો હતો જેમાં પ્રકાશ મહેશ્ર્વરી ઝડપાઇ ગયો હતો પોલિસે તેના કબ્જામાંથી 2.89 લાખની કિંમતની 598 નંગ બોટલ સહિત બે કાર પણ કબ્જે કરી છે પોલિસે કુલ 13 લાખ ઉપરની કિંમતનો મુદ્દામાલ કબ્જે લઇ વધુ તપાસ હાથ ધરી છે જેમાં પ્રકાશ સાથે આ જથ્થો મંગાવનાર કાનજી ડાયા સુઢા, ભીમજી ઉર્ફે બીલ્લો ડુંગરખીયા,અને જયરાજ નાયર નામના ફરાર શખ્સોની શોધખોળ કરી છે.
સમગ્ર કચ્છમાં દારૂની બદ્દી સામે પોલિસ સંમયાતરે કડક કાર્યવાહી તો કરે છે તેમાં આ કામગીરી ઉમેરાઇ છે પરંતુ દારૂ ઝડપવા સાથે પોલિસ આ દારૂનો જથ્થો ક્યાથી કોની મદદથી આવ્યો તે તપાસ કરે તે પણ જરૂરી છે કેમકે નાના-નાના તો ઠીક પરંતુ વિવિધ ચેકપોસ્ટ અને પોલિસ ચેકીંગ વચ્ચે કચ્છમાં આવતા દારૂના મોટા જથ્થામાં પણ દારૂ ઝડપાય છે પરંતુ તેને મંગાવનાર મોકલનાર સુધી તપાસ પહોચતી નથી અને આવુ નહી થાય ત્યા સુધી કચ્છના ખુણેખુણે પહોંચી જતા દારૂને ઝડપવા માટે પોલિસને પણ દોડતુ રહેવુ પડશે.