Home Current મુન્દ્રાની જીંદાલ કંપની સામે વિરોધ દરમ્યાન ઘર્ષણ પોલિસે હળવો લાઠીચાર્જ કર્યો 

મુન્દ્રાની જીંદાલ કંપની સામે વિરોધ દરમ્યાન ઘર્ષણ પોલિસે હળવો લાઠીચાર્જ કર્યો 

2520
SHARE
મુન્દ્રાના પ્રાગપર નજીક આવેલી જીંદાલ કોક કંપની સામે વિરોધ માટે ઉતરેલા લોકલ ટ્રક ડમ્પર એસોશિયેશન દ્વારા આજે મોડી સાંજે કંપનીમા જતી ટ્રક રોકવાનો પ્રયત્ન કરાતા મામલો બીચક્યો હતો આમતો વિવિધ માંગણીઓને લઇને સવારથી લોકલ એસોશીયેશન તેની સામે બેઠુ હતુ પરંતુ શાંતીપુર્ણ વિરોધ વચ્ચે સાંજે કંપનીમાં જતી ટ્રક રોકવાનો પ્રયત્ન થતા પોલિસની એન્ટ્રી થઇ હતી અને પોલિસે વિરોધીઓને સમજાવવાના પ્રયત્ન કર્યા હતા જો કે મામલો ઉગ્ર બન્યો હતો અને સ્થાનીક એસોશીયેશન દ્વારા વિરોધ ચાલુ રખાતા ટોળાને વિખરવા માટે પોલિસને હળવો લાઠીચાર્જ કરવો પડ્યો હતો અંદાજીત 8 વાગ્યાના અરસામા થયેલી આ ઉગ્ર બબાલ બાદ હાલ પોલિસે શાંતી સ્થાપી છે પરંતુ એક સમયે મોટો પોલિસ કાફલો ત્યા ખડકી દેવાયો હતો કંપની અને લોકલ એસોશીયેશન વચ્ચે આમતો આ મામલે ઘણા વિખવાદ છે જે થોડા દિવસોથી ચર્ચામા છે તેવામા આજે થયેલી કાર્યવાહી પછી પોલિસની કામગીરી ચર્ચામાં આવી છે જો કે હળવા લાઠીચાર્જ પછી હાલ સ્થળ પર શાંતી છે સ્થાનીક રોજગારી અને હાલ કચ્છમા ચાલી રહેલી અછત વચ્ચે આમ પણ સ્થાનીક લોકો અને કંપની વચ્ચે વીખવાદ વધ્યો છે તેવામા હવે અબડાસા બાદ મુન્દ્રામા કંપની સામે વિરોધના સુર ઉઠ્યા છે.