વિધાનસભા ચુંટણીમાં થોડા અંતરથી બહુમતી સુધી પહોચેલી ગુજરાતની ભારતીય જનતા પાર્ટીએ 2019ની ચુંટણી પહેલા ગુજરાતમાં તોડજોડની રણનીતી શરૂ કરી છે તેવામા વળી વડાપ્રધાન ગુજરાતની કોઇ બેઠક પરથી ચુંટણીમા ઝંપલાવે તેવી શક્યતા વચ્ચે ભાજપ તમામ દિશામાંથી ભાજપને નડતા અને ભાજપને ગમતા નેતાઓને પોતાનામા સમાવી રહ્યુ છે ત્યારે કોગ્રેસના વધુ એક ધારાસભ્ય આશા પટેલના રાજીનામા સાથે ફરી અલ્પેશ ઠાકોર સહિત ગુજરાતમાં અનેક કોગ્રેસી ધારાસભ્યો ભાજપના નેતાઓના સંપર્કમાં હોવાની વાતો વહેતી થઇ છે જેમા અબડાસાના ધારાસભ્ય પ્રદ્યુમ્નસિંહ જાડેજા અને રાપરના ધારાસભ્ય સંતોકબેન આરેઠીયાનુ નામ પણ સંપર્કમાં આવ્યુ છે. જો કે અફવાઓની ગરમ બઝાર વચ્ચે બન્ને ધારાસભ્યએ કોગ્રેસ સાથે છેડો ફાડવાની વાતનુ ખંડન કરવા સાથે ભાજપમાં જોડાવાની વાત માત્ર અફવા હોવાનુ કહ્યુ છે.
શું કહ્યુ ધારાસભ્યોએ ભાજપના જોડાણ અંગે
આશા પટેલના ભાજપ પ્રવેશની વહેતી થયેલી વાતો સાથે જ કચ્છના બે ધારાસભ્યો કોગ્રેસથી નારાજ થઇ ભાજપમા જોડાય અને રાજીનામુ આપે તેવા મેસેજ સોશિયલ મીડીયામા વહેતા થયા હતા જો કે ભુજ આવેલા ધારાસભ્ય પ્રદ્યુમ્નસિંહ જાડેજાએ આ રાજીનામા અને ભાજપમાં જોડાવવાની વાતનુ ખંડન કરતા જણાવ્યુ હતુ કે કોગ્રેસમા કોઇ નારાજગી નથી માત્ર અફવા છે તો બીજી તરફ રાપરના ધારાસભ્ય સંતોકબેનના પતિ ભચુભાઈ આરેઠીયાએ જણાવ્યું છે કે દગાબાજી તેમના લોહીમા નથી અને તેથી તેઓ કોગ્રેસનો સાથ છોડવાના નથી અને ભાજપ દ્વારા 2019ની ચુંટણી પહેલાનુ આ રાજકીય ગતકડુ અફવા ફેલાવવાનુ છે બાકી કોગ્રેસ પક્ષ એક થઇ 2019ની લોકસભા ચુંટણી લડશે તેવુ કોગ્રેસના જીલ્લા પ્રમુખે પ્ણ જણાવ્યુ હતુ.
બન્ને ધારાસભ્યો જોડાય તો ભાજપને શુ ફાયદો થાય?
ભલે બે નેતાઓએ અફવાઓનુ ખંડન કર્યુ પરંતુ ક્યાક આગ લાગી હોય તોજ ધુમાડો ઉડે તે પણ નક્કી છે તેવામા રાજકીય સમીકરણોની વાત કરીએ તો જો ધારાસભ્ય પ્રદ્યુમ્નસિંહ જાડેજા અને સંતોકબેન ભાજપમાં જોડાય તો ભાજપને શુ ફાયદો થાય તે જાણવુ પણ જરૂરી છે કેમકે સૌ કોઇ જાણે છે તેમ કોગ્રેસના ધારાસભ્ય પ્રદ્યુમ્નસિંહ અને સંતોકબેન પોતાની શક્તિઓથી ચુંટણી જીત્યા છે તેવામા તે જાય તો કોગ્રેસને તો નુકશાન જાય પરંતુ ભાજપને શુ ફાયદો થાય તે જોઇએ
-જો વર્તમાન સમયમાં કોગ્રેસના અબડાસા વિસ્તારના ધારાસભ્ય ભાજપમા જોડાય તો છબીલભાઇ અને જેન્તીભાઇ પછી સંગઠન અને મોટા નેતાઓની પુરી થયેલી હરોળ ફરીથી ઉભી થાય તેમ છે કેમકે તેમના સમકક્ષ નેતા એ વિસ્તારમાં ભાજપ પાસે આજના સમયમા નથી.
વડાપ્રધાન મોદીને પ્રથમથીજ ગુજરાત વિધાનસભાની -01 અબડાસા બેઠક પ્રિય હતી તેવામા રાજકીય વિખવાદમા તે ફરી કોગ્રેસના ફાળે ગઇ છે તેના પર ફરી ભાજપ કબ્જો કરી શકવા સમકક્ષ બન્ને
-પ્રદ્યુમ્નસિંહ કોઇ પાર્ટીમાં હોય ન હોય તેનાથી ફરક નથી પરંતુ જો તે ભાજપમા જાય તો ભાજપને અબડાસા-લખપત અને નખત્રાણામાં થતા રાજકીય નુકશાનની ભરપાઇ થઇ શકે
-નલિયાકાંડ છબીલભાઇ-જેન્તીભાઇ રાજકીય વોરથી અબડાસા લખપતમાં ભાજપનુ સંગઠન તુટી પડ્યુ છે જો પ્રદ્યુમ્નસિંહ આવે તો નવી નેતાગીરી સાથે સંગઠન મજબુત બને
-તો બીજી તરફ મુળ ભાજપનાજ એવા સંતોકબેન અને તેના પતી ભચુભાઇ આરેઠીયા જો ભાજપમા ફરી જોડાય તો વર્ષો સુધી જે રાપરની બેઠક કોગ્રેસ પાસે હતી અને તે બેઠક ભાજપના ફાળે પકંજભાઇએ અપાવી હતી તે રાપર બેઠક ફરી ભાજપ પાસે આવે
-રાપરમા પણ પંકજભાઇના ગયા પછી કોઇ રાજકીય નિષ્ણાંત વ્યક્તિ નથી જે સમગ્ર રાપર વિધાનસભા ક્ષેત્ર પર પક્કડ જમાવી શકે તેવામાં ભચુભાઇનો રાજકીય પ્રવેશ ફરી ભાજપને રાપર વિધાનસભા અપાવી શકે
-તો બન્ને નેતાઓના ભાજપ પ્રવેશ સાથે લોકસભા 2019ની ચુંટણીમા ભાજપ નવા જોમ સાથે સામે કચ્છની બે વિધાનસભા બેઠકો જવાથી કોગ્રેસ આધાત વચ્ચે ચુંટણીમા જંપલાવે
રાજકીય નિષ્ણાંતો કોગ્રેસના ઉમેદવાર કોઇપણ હોય પરંતુ 2019ની ચુંટણીમા ભાજપના ગઢમા ગાબડું ન પાડી શકે તેવા સ્પષ્ટ સંકેત આપે છે અને ઇતિહાસ પણ કાઇક એવુજ કહે છે પરંતુ માની લઇએ કે કોગ્રેસ નવા જોમ સાથે ઉતરે તો પણ ભાજપને લડત આપવી આસાન નહી હોય તેવામાં કોગ્રેસના બે ધારાસભ્યો ભાજપમા જોડાય છે તેવી વાતો વહેતી થતા કચ્છ કોગ્રેસના મોવડીઓ ચિંતીત બન્યા છે ભલે આજે બન્ને ધારાસભ્યોએ તેને રદિયો આપ્યો છે પરંતુ રાજકારણમા ક્યારે શુ બને તે કોઇ કહી શકતુ નથી ત્યારે આ માત્ર અફવા જ છે કે પછી તે સત્ય થઇ નજીકના ભવિષ્યમા સામે આવે છે તે જોવુ રહ્યુ જો કે હાલ અફવાઓ પર કોગ્રેસી ધારાસભ્યોએ ઠંડુ પાડી રેડી દીધુ છે.