Home Current જેન્તીભાઇની હત્યાના કાવત્રા વિષે જાણતા છબીલભાઇના ધંધાકીય ભાગીદારોના રીમાન્ડ પુર્ણ થતા જેલહવાલે

જેન્તીભાઇની હત્યાના કાવત્રા વિષે જાણતા છબીલભાઇના ધંધાકીય ભાગીદારોના રીમાન્ડ પુર્ણ થતા જેલહવાલે

4166
SHARE
કચ્છના પુર્વ ધારાસભ્ય અને ભાજપના પ્રદેશ આગેવાન એવા જેન્તીભાઇની હત્યામાં ધરપકડ કરાયેલા છબીલ પટેલના ધંધાકીય ભાગીદાર અને ફાર્મહાઉસ પર આવેલા શાર્પશુટરોને દરેક પ્રકારની મદદ કરનાર રાહુલ અને નિતીન પટેલના આજે રીમાન્ડ પુર્ણ થતા ભચાઉ કોર્ટમા રજુ કરાયા હતા જો કે તેમની ભુમીકા અંગેની તમામ તપાસ એક સપ્તાહના રીમાન્ડ દરમ્યાન થઇ ગઇ હોવાથી તેમના વધુ દિવસના રીમાન્ડની માંગણી કરાઇ ન હતી જેથી કોર્ટે બન્ને તહોમતદારને જેલહવાલે કરવાનો હુકમ કર્યો હતો જેથી બન્ને આરોપીને ભચાઉ સબજેલ ખાતે મોકલી દેવાયા હતા

શુ થયુ નિતીન રાહુલના રીમાન્ડ દરમ્યાન?

-નિતીન અને રાહુલની પ્રાથમીક પુછપરછ બાદ તેને રીમાન્ડની માંગણી સાથે કોર્ટમાં રજુ કરાયા ત્યારે 21 મુદ્દાઓને લઇને તેમની કોર્ટમા 14 દિવસના રીમાન્ડની માંગણી કરાઇ હતી. જેમાં કોર્ટે 7 દિવસના રીમાન્ડ મંજુર કર્યા હતા.
-નિતીન અને રાહુલ પહેલાથીજ હત્યાના પ્લાન વિષે જાણતા હતા છબીલભાઇએ સંપુર્ણ પ્લાન સાથે તેમને જરૂરી તમામ મદદ માટે નિતીન રાહુલને સુચના આપી હતી તે મુજબ તેઓએ કામ કર્યુ
-હત્યા માટે આવેલા શાર્પસુટરને 12 દિવસ સુધી બન્ને આરોપીએ ફાર્મહાઉસ પર આશરો આપ્યો હતો જે સમય દરમ્યાન એક બાઇકની મદદ પણ શાર્પસુટરને કરાઇ હતી. જેની તપાસ કરાઇ
-બાઇક કોની હતી રેકી કરવા માટે અન્ય ક્યા વાહનનો ઉપયોગ કરાયો કોને કોને મદદ કરી અને આરોપી ભાગ્યા તે સમયે મદદ માટે રાહુલ અને નિતીને કોઇ વ્યવસ્થા કરી હતી?
-છબીલભાઇ જેન્તીભાઇની હત્યા થઇ પછી પણ ફોન પર નિતીન રાહુલના સંપર્કમાં હતા. અને તેની સુચના મુજબ નિતીન રાહુલે ફાર્મ પર કામ કરતા અન્ય મજુરોને સુચના સાથે મો બંધ રાખવા કહ્યુ હતુ.
-7 દિવસના રીમાન્ડ દરમ્યાન સાંયોગીંક પુરાવા એકત્ર કરવા સાથે વાડીમાં કામ કરતા અન્ય સાહેદોને સાક્ષીરૂપે રજુ કરી તેમના નિવેદન મેજીસ્ટ્રેટ સમક્ષ લેવાયા
-રાહુલ અને નિતીનના નિવેદન લેવાયા જેમા 12 દિવસ દરમ્યાન અને તે પહેલા વાડી પર જેન્તીભાઇની હત્યાના કાવત્રા રૂપે શુ ચર્ચા અને વાત થઇ તેની વિગતો લેવાઇ
-છબીલભાઇ-મનિષા ગોસ્વામી ઉપરાંત ક્યા વ્યક્તિઓ ફાર્મ પર આવ્યા કઇ રીતે આવ્યા અને કેટલી વાર આવ્યા તે તમામ બાબતોને લઇને તેના નિવેદન અને માહિતી મેળવાઇ
-સુત્રો તરફથી મળેલી વિગતો મુજબ છબીલભાઇએ પાંચ કરોડ રૂપીયામા જેન્તીભાઇની સોપારી આપી હતી. તેમાં નિતીન અને રાહુલે પણ આર્થીક ફાયદો મેળવ્યો હોવાનુ સામે આવ્યુ છે.
જેન્તીભાઇની હત્યાના મુખ્ય ભેજાબાજ એવા છબીલ પટેલ વિદેશ છે. મનિષા ગોસ્વામી પકડમાં નથી આવી તેવામાં નિતીન અને રાહુલ જેન્તીભાઇની ઓર્ગેનાઇઝડ હત્યાના અનેક રાજ જાણે છે. જે 7 દિવસ દરમ્યાન પોલિસે ઓકાવ્યા છે. જેમાં છબીલ પટેલની તમામ ગતિવીધી અને ભુમીકા અંગે મહત્વની માહિતી સાથે અન્ય સહઆરોપીઓ અંગે તપાસનીસ ટીમે માહિતી મેળવી છે. રાહુલ અને નિતીન ભલે જેલહવાલે થઇ ગયા પરંતુ રીમાન્ડમાં તેની પાસેથી મળેલી માહિતીની મદદથી પોલિસ ફરી કેસમા કોઇ નવો ધડાકો કરે તેવી પુરી શક્યતા છે.