Home Crime કચ્છ-વાગડનો વધુ એક યુવકને થાંભલા સાથે બાંધી માર મારતો વિડીયો વાયરલ :...

કચ્છ-વાગડનો વધુ એક યુવકને થાંભલા સાથે બાંધી માર મારતો વિડીયો વાયરલ : પ્રેમ સંબધ કારણભુત?

13007
SHARE
પુર્વ કચ્છનો વાગડ વિસ્તાર આમતો ગુન્હેગારી મુદ્દે હમેંશા ચર્ચામા હોય છે. ગેરકાયેદસર હથિયાર હોય કે પછી કાયદાના ડર વગર મારામારી જેવી ઘટનાને અંજામ આપવો હોય કાયદા માટે હમેંશા વગડામાં એક પડકાર રહ્યો છે તેવામાં વધુ એક વિડીયોએ કાયદો વ્યવસ્થાની સ્થિતી સામે સવાલો ઉભા કર્યા છે. વિડીયોમા પ્રાથમીક રીતે જોતા એ ઘટના પ્રેમ પ્રકરણમાં બની હોવાનુ દર્શાઇ આવે છે. પરંતુ વાયરલ થયેલા એ વીડીયોમાં એક શખ્સ યુવકને થાંભલા સાથે બાંધી ઢોર માર મારી રહ્યો છે તે સ્પષ્ટ થાય છે જો કે આખા કચ્છમાં સોશિયલ મીડીયાના માધ્યમથી પહોંચી ગયેલો વિડીયો હજુ પોલિસ સુધી પહોચ્યો નથી.

શુ છે એ વિડીયોમાં?

રાપરની ટીપીક્લ ભાષામાં સંવાદો અને ગાળો સાથેનો એ વિડીયો રાપર વિસ્તારનો હોય તેવુ જણાઇ આવે છે. પરંતુ પહેલા સામે આવેલા વિડીયોમાં નિર્જન જગ્યા પર યુવક અને પારંપરીક વસ્ત્રોમાં સજ્જ એક યુવતીને સ્થાનીક લોકો ઝડપે છે તેમના વચ્ચે સંવાદ અને વાતચીત થાય છે યુવતી તેનો બચાવ પક્ષ રજુ કરે છે પરંતુ તે વીડીયો બાદ અન્ય વીડિયોમાં શરૂ થાય છે તાલીબાની સજા, યુવકને એક લાકડીધારી શખ્સ દોરડા વડે થાંભલા સાથે બાંધે છે. અને ત્યાર બાદ તેની વિવિધ પ્રશ્ર્નો સાથે પુછપરછ કરી માર મારી રહ્યો છે જો કે વિડીયોમાં સ્પષ્ટ થાય છે કે યુવક અર્ધબેભાન અવસ્થામાં મારને કારણે આવી જાય છે પરંતુ માર મારનાર લાકડીઓના ફટકા મારવાનુ ચાલુ રાખે છે.
અગાઉ આજ રીતે રાપરના રાજકીય આગેવાનના ભાઇનો વીડીયો વાયરલ થયો હતો જેમાં તે એક કુખ્યાત હત્યાના આરોપીને માર મારતો નઝરે પડતો હતો તેવામા વધુ એક વિડીયોએ પોલિસ સામે સવાલ સાથે પડકાર ફેંકયો છે કાયદો હાથમા લેવાની પ્રથા આજે સમગ્ર ગુજરાતમાં છે પરંતુ જ્યા વર્ષોથી જાતે સજા આપવાની પ્રથા છે તેવા વાગડમાં કાયદાની સ્થિતી હજુ સુધરી નથી તે આ વિડીયોએ ફરી સાબિત કર્યુ છે જો કે સોશિયલ મીડીયાએ આ ઘટનાને ઉજાગર તો કરી છે પરંતુ હવે પોલિસ તેની સામે શુ પગલા લે છે તે જોવુ રહ્યુ જો કે હાલ તો એક યુવકને પ્રેમના બદલામાં ધોલાઇના આ વિડીયોએ સમગ્ર કચ્છમાં ચર્ચા જગાવી છે.

https://youtu.be/paRlMtY3R64