Home Crime હરિયાણાના ખુંખાર ગેંગસ્ટરોની કચ્છમાં લૂંટફાટની હતી યોજના – જાણો પોલીસ તપાસની ચોંકાવનારી...

હરિયાણાના ખુંખાર ગેંગસ્ટરોની કચ્છમાં લૂંટફાટની હતી યોજના – જાણો પોલીસ તપાસની ચોંકાવનારી માહીતી

2067
SHARE
પૂર્વ કચ્છ પોલીસે ૩૪ લાખની બેંક વેન લૂંટ કેસના બે લૂંટારુઓને ઝડપી પાડ્યા બાદ પોલીસની પૂછપરછમાં ચોંકાવનારા ખુલાસા થયા છે આજે પૂર્વ કચ્છ ના ડીએસપી પરીક્ષિતા રાઠોડે ગાંધીધામમાં પત્રકાર પરિષદ યોજીને હરિયાણાની ખુંખાર ગેગ વિશે ચોંકાવનારી માહીતી આપી હતી.

ગેગસ્ટરો નો હતો બીજી લૂંટફાટનો પ્લાન.. દિલ્હી એમેઝોન ની ઓફિસમાં પણ કરી હતી લૂંટ

પૂર્વ કચ્છના એસઓજી પીઆઇ જે. પી. જાડેજા અને એલસીબી ન પીએસઆઈ એમ. એસ. રાણા સહિતની પોલીસ ટીમે લૂંટારું ગેંગના ફાયરિંગનો વળતો જવાબ આપીને બે ગેગસ્ટરો ધર્મેન્દ્ર ચાંદરામ જાટ, રાહુલ મુલ્કરાજ વીજને ઝડપ્યા બાદ હરિયાણાના આ ગુનેગારો વિશે ચોંકાવનારી માહિતી બહાર આવી છે. જોકે, આ ગેંગ ના અન્ય બે આરોપીઓ રવિન્દ્ર દયાનંદ જાટ અને રીંકુ ધાનક બન્ને ને ઝડપવાના બાકી છે. ડીએસપી પરીક્ષિતા રાઠોડના જણાવ્યા પ્રમાણે હરિયાણા ના આ ગેંગસ્ટરોએ દિલ્હી થી અર્ટિગા કારની લૂંટ ચલાવી હતી અને એ લૂંટેલી કારમાં જ તેઓ અંજાર આવ્યા હતા અને અહીં રીંકુ ની મદદ થી લૂંટનો પ્લાન બનાવ્યો હતો. આદિપુર વિનય સિનેમા પાસે એક્સીસ બેંકના એટીએમ માં રૂપિયા નાખવા આવેલી વેન માંથી ૩૪ લાખ ની લૂંટ ચલાવાઈ ત્યારે આ ચારેય ગુનેગારોએ ચોરીની અર્ટિગા કાર વાપરી હતી. આ આરોપીઓએ દિલ્હી માં એમેઝોન કંપનીની ઓફિસમાં થી ફાયરિંગ કરીને ૬ લાખ ૫૫ હજારની લૂંટ ચલાવી હતી. આ ચારેય આરોપીઓએ ગાંધીધામમાં ફાયનાન્સ કંપનીમાં લૂંટ ચલાવવાનું આયોજન પણ ઘડી કાઢ્યું હોવાનો પોલીસે ઘટસ્ફોટ કર્યો છે. આમ, હરિયાણાના આ ગેંગસ્ટરો ખૂબ જ ખતરનાક છે અને બંદૂક ચલાવી ખૂન ખરાબા કરી લૂંટ ચલાવવી તેમના માટે સામાન્ય બાબત છે હરિયાણાની આ ગેંગ કચ્છમાં વધુ ખૂન ખરાબા સાથે અન્ય લૂંટફાટ ને અંજામ આપે તે પહેલાં જ પોલિસે ઝડપી લીધી છે બાકીના બે ભાગેડુ લૂંટારુઓને ઝડપવાનો પડકાર અત્યારે પોલીસ સામે છે.