Home Current ભુજના વકીલોએ PM નરેન્દ્ર મોદીને લખ્યો પત્ર – જાણો શું છે વકીલોની...

ભુજના વકીલોએ PM નરેન્દ્ર મોદીને લખ્યો પત્ર – જાણો શું છે વકીલોની વાત?

1871
SHARE
ભુજ બાર એસોસિએશન દ્વારા આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ઉદેશીને વકીલોની માંગણીઓ દર્શાવતો પત્ર જિલ્લા કલેકટર રેમ્યા મોહનને આપવામાં આવ્યો હતો. તે પત્રની નકલ ડિસ્ટ્રીકટ એન્ડ સેશન્સ જજ તેમજ સાંસદ વિનોદ ચાવડાને આપવામાં આવી છે. આ પત્રમાં ભુજ બાર એસોસિએશન દ્વારા બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના ચેરમેન મનનકુમાર મિશ્રા દ્વારા તા/૨૨/૧/૧૯ ના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ઉદ્દેશીને લખાયેલા પત્ર તેમ જ તા/૨/૨/૧૯ ના દેશના અલગ અલગ વિસ્તારોના બાર કાઉન્સિલના આગેવાનોની દિલ્હીમાં યોજાયેલી બેઠકમાં થયેલી ચર્ચાનો ઉલ્લેખ કરાયો છે. જેમાં વકીલો માટે કલ્યાણકારી યોજનાઓનો અમલ કરાવવવાની માંગ વડાપ્રધાનને કરાઈ છે.

જાણો શું છે, વકીલોની માંગ?

(૧) દેશભરના વકીલો માટે કોર્ટમાં અથવા તો કોર્ટ પરિસરની આજુબાજુ વકીલભવન બનાવવું, જેમાં વકીલો અને અસીલો માટે બેસવાની વ્યવસ્થા, સસ્તા દરે ખાવા પીવાની કેન્ટીન, શૌચાલય, વકીલો માટે ઈ-લાયબ્રેરી, મફત ઈન્ટરનેટ વ્યવસ્થા.
(૨) નવા જરૂરિયાતમંદ વકીલોને પાંચ વર્ષ સુધી દર મહિને ૧૦ હજાર ₹ આપવા
(૩) બધા જ વૃદ્ધ અને અક્ષમ વકીલોને પેન્શન આપવું તેમ જ તેમના પરિવાર માટે પણ પેન્શન યોજના શરૂ કરવી
(૪) લોક અદાલતોનું કાર્ય જો વકીલોના કાર્યક્ષેત્રમાં આવે તો કોર્ટ ના અધિકારીઓ કે ન્યાયાધીશો ને આ કાર્ય થી દુર રાખવા
(૫) દરેક જરૂરિયાતમંદ વકીલને ઘર બાંધવા માટે યોગ્ય દરે જમીન આપવી
(૬) ટ્રીબ્યુનલ કમિશન માં કૉર્ટ ના અધિકારીઓ કે ન્યાયાધીશોને બદલે વકીલોની નિયુક્તિ કરવી
ભુજ બાર એસોસિએશન વતી પ્રમુખ અનિલ જોષી, ઉપપ્રમુખ હિતેન્દ્રસિંહ વાઘેલા, મહામંત્રી અનિલ ઠક્કર, ગિરીશ ઝવેરી, સંતોષસિંહ રાઠોડ સહિતના અન્ય વકીલો આવેદનપત્ર આપવામાં સાથે રહ્યા હતા.