Home Current એક મહિના પછી છબીલ પટેલ કહે છે,જેન્તી ભાનુશાલીની હત્યામાં હું નિર્દોષ છું...

એક મહિના પછી છબીલ પટેલ કહે છે,જેન્તી ભાનુશાલીની હત્યામાં હું નિર્દોષ છું – સાંભળો વિદેશ રહેલા છબીલ પટેલની વાયરલ ઓડિયો કલીપ

3482
SHARE
ગત ૭ જાન્યુઆરીની મધરાત્રે પૂર્વ ધારાસભ્ય જેન્તી ભાનુશાલીની હત્યા ના બનાવે સર્જેલી ચકચાર અને ચર્ચા હજીયે યથાવત છે. ગુજરાતના રાજકારણમાં શાસકપક્ષ ભાજપના જ બે પૂર્વ ધારાસભ્યોના વર્ચસ્વની લડાઈનો અંજામ મીડિયામાં અને રાજકીય વર્તુળોમાં ચર્ચાનું કેન્દ્ર બની રહ્યો છે. જેન્તી ભાનુશાલી હવે તો હયાત નથી રહ્યા પણ, રાજ્ય સરકાર દ્વારા રચાયેલ ઉચ્ચ પોલીસ અધિકારીની સીટની કમિટીએ કરેલી તપાસમાં છબીલ પટેલનું નામ ખુલ્યું હતું. સુનિલ ભાનુશાલીની ફરિયાદમાં અને જેન્તીભાઈના પત્ની મધુબેન તેમ જ ભાઈ શંભુભાઈએ તો હત્યાના બનાવ બાદ મુખ્ય આરોપી તરીકે છબીલ પટેલ, મનીષા, સુરજીતભાઉ નું નામ આપ્યું હતું, એફ.આઈ.આર.માં આ ત્રણેય સહિત કુલ પાંચ શખ્સોના નામ દર્શાવાયા હતા. પોલીસે છબીલ પટેલના બે ભાગીદારો નીતિન તેમ જ રાહુલ ની ધરપકડ કરી રિમાન્ડ દરમ્યાન પૂછપરછ પણ કરી હતી. પોલીસે પ્રેસ કોન્ફરન્સ દરમ્યાન મીડીયા સમક્ષ પણ છબીલ પટેલના ભુજ તાલુકાના રેલડી મધ્યે આવેલા નારાયણ ફાર્મ પર હત્યારાઓ રોકાયા હોવાનું હત્યામાં ષડ્યંત્ર સુરજીતભાઉ તેમજ મનીષાની સાથે બે શાર્પ શૂટરો પણ સંડોવાયેલા હોવાનું જણાવ્યું હતું. જોકે, હત્યાના બનાવ અને પોલીસ દ્વારા છબીલ પટેલના ભાગીદારોની કરાયેલી ધરપકડને પણ ઘણા દિવસો થઈ ગયા બાદ છબીલ પટેલ દ્વારા વાયરલ થયેલો ઓડિયો બહાર આવ્યો છે.

રેલવે પોલીસે ભચાઉ કોર્ટમાં છબીલ પટેલના વોરન્ટની અરજી કર્યા બાદ હાઇકોર્ટમાં આગોતરા અને ઓડિયો કલીપ ચર્ચામાં

રેલવે પોલીસે છબીલ પટેલનું પકડ વોરંટ મેળવવા ભચાઉ કોર્ટમાં કલમ ૭૦ હેઠળ અરજી કરી. કલમ ૭૦ની જોગવાઈ પ્રમાણે જો છબીલ પટેલ વિદેશમાં હોય તો પણ તેમની ધરપકડ કરવા રેડ કોર્નર નોટિસ ઇસ્યુ થઈ શકે છે. એકબાજુ ગુજરાત પોલીસ છબીલ પટેલને પકડવા કાનૂની ગાળીયો તૈયાર કરી રહી છે, બીજી બાજુ છબીલ પટેલે પોલીસ કાર્યવાહી થી બચવા પોતાની ધરપકડ ટાળવા માટે હાઇકોર્ટમાં આગોતરા જામીન માટે અરજી કરી છે. અદાલતના કાનૂની જંગની સુનાવણી હવે થશે. પણ, તે વચ્ચે સોશ્યલ મીડીયામાં છબીલ પટેલે પોતાની ઓડિયો કલીપ વાયરલ કરીને જેન્તી ભાનુશાલી હત્યા કેસનો પ્રથમ જ વાર ઉલ્લેખ કરીને સ્પષ્ટતા કરી છે.

સાંભળો છબીલ પટેલના શબ્દોમાં તેમનો ખુલાસો..

આ ઓડિયો ક્લિપમાં છબીલ પટેલ કહે છે કે, હું વ્યવસાયના કામ માટે વિદેશ છું હું નિર્દોષ છું, મારુ વ્યવસાયનું કામ પૂરું થાય એટલે સૌને કહીને હું મારી પાછા આવવાની તારીખ જાહેર કરીશ. હું પોલીસ સમક્ષ હાજર થઈને તપાસમાં સહકાર આપવા તૈયાર છું. જોકે, આ ઓડિયો કલીપમાં પોતે એક મહિના પછી મોડે મોડે શા માટે ખુલાસો કરે છે, એ વિશે છબીલ પટેલે કઈ પણ કહેવાનું ટાળ્યું છે, તો પોતાના જ પક્ષના પૂર્વ ધારાસભ્ય જેન્તી ભાનુશાલીના મોત બદલ ક્યાંય શોક વ્યક્ત કર્યો નથી. તો, પોતાના જીવ ને જોખમ હોવાનું અને પોતે સ્વદેશ પાછા આવે ત્યારે પોલીસ રક્ષણ ની જરૂરત દર્શાવી છે.