ગુજરાતના બહુચર્ચીત અને હાઇપ્રોફાઇલ મર્ડર કેસમાં અતે છબીલ પટેલની ધરપકડનો માર્ગ મોકળો થયો છે. જેન્તીભાઇની હત્યાના મુખ્ય કાવત્રોખોરમા જેમનુ નામ સામે આવ્યુ છે તેવા છબીલ પટેલની ધરપકડ માટે કોર્ટે પરવાનગી આપી છે. રેલ્વે પોલિસ દ્વારા આ મામલે અત્યાર સુધી 2 શખ્સોની ધરપકડ કરાઇ છે. અને તેના રીમાન્ડ પુર્ણ થયા બાદ છબીલ પટેલ વિદેશ હોઇ સીટની ટીમે કાનુની પ્રક્રિયા પણ શરૂ કરી હતી. જેના ભાગરૂપે ભચાઉ કોર્ટમાં કલમ-70 મુજબ છબીલ પટેલ સામે ધરપકડ વોરન્ટ આપવા માટે રેલ્વે પોલિસે મંજુરી માંગતી એક અરજી કોર્ટમા કરી હતી. જેમા આજે ભચાઉ કોર્ટે મંજુરી સાથે છબીલ પટેલ વિરૂધ ધરપકડ વોરન્ટને મંજુરી આપી વોરન્ટ ઇસ્યુ કર્યુ હતુ. હજુ એક દિવસ પહેલાજ છબીલ પટેલની એક ઓડીયો ક્લીપ વાયરલ થઇ હતી જેમા પોતે નિર્દોષ હોવાનુ રટણ કરવા સાથે તેઓ ઇન્ડીયા પરત ફરશે તેવી વાત પણ કરી હતી ત્યારે હવે 70 ની કલમ મુજબ ધરપકડ વોરન્ટ ઇસ્યુ થતા વિવિધ સ્થળે તેની બજવણી સાથે કોઇ પણ પોલિસ તેની ધરપકડ કરી શકે છે.