Home Current જાણો અરવિંદ પીંડોરિયા શા માટે થાય ગુસ્સે ? વી.કે. હુંબલે ક્યાં વાટયો...

જાણો અરવિંદ પીંડોરિયા શા માટે થાય ગુસ્સે ? વી.કે. હુંબલે ક્યાં વાટયો ભાંગરો ?જાહેર માં સરહદ ડેરી ઉપર ખળભળાટ સર્જતો આક્ષેપ

379
SHARE

(કચ્છ ન્યૂઝ)કચ્છ જિલ્લા પંચાયત ની સામાન્ય સભા માં આજે કોંગ્રેસ અને ભાજપ વચ્ચે થયેલા રાજકીય ઘર્ષણ ની સાથે સાથે ભાજપ ના આંતરિક રાજકારણે ગરમાટો સર્જ્યો હતો.આજે કચ્છ ન્યૂઝ આપને આપે છે જિલ્લા ના રાજકીય માહોલ ની માહિતી.

 * કોને ઈશારે અરવિંદ પીંડોરિયા ને કરાયા ટાર્ગેટ..
સામાન્ય સભા માં એજન્ડા બહાર કોંગ્રેસે પાણી,શિક્ષણ, અને અન્ય પ્રશ્નો ની ચર્ચા નો સમાવેશ કરવા માંગ કરી હતી.જેનો ભાજપ ના સભ્યો આ વિરોધ કર્યો.પણ હા-ના નું આ રાજકારણ એવું ગરમાયું કે કોંગ્રેસ ના હઠુંભા જાડેજા અને ભાજપ ના અરવિંદ પીન્ડોરિયા સામ સામે આવી ગયા.એક તબક્કે એક થી વધુ સભ્યો વચ્ચે ઘર્ષણ થાય એવી સ્થિતિ સર્જાઈ.પણ ડીડીઓ સી.જે.પટેલે નિયમો નો હવાલો આપી એજેન્ડા પ્રમાણે જ કાર્યવાહી ચાલી શકે તેવું રૂલિંગ આપ્યું. ભાજપ ના આંતરિક રાજકારણ વચ્ચે અરવિંદ પીન્ડોરિયા એ ચેરમેન કૌશલ્યા માધાપરિયા ને કોંગ્રેસ ના વિરોધ થઈ બચાવવા પોતે પ્રયત્નશીલ છે એ બતાવવા નો ભરપૂર પ્રયાસ કર્યો.પણ પછી તો કોંગ્રેસ ના સભ્યો વિપક્ષી નેતા વી.કે.હુંબલ,હઠુભા જાડેજા,તકીશા બાવા,કિશોરસિંહ જાડેજા એ હવે પછી જિલ્લા પંચાયત ના નવા ચેરમેન ની વરણી થવાની છે ત્યારે અરવિંદ પીન્ડોરિયા ને કોંગ્રેસ ના વિરોધ કરવા માટે ઇનામ મળશે એવો રાજકીય વ્યંગ કર્યો હતો.ખુદ કૌશલ્યાબેન માધાપરિયા નુપોતાનું સ્થાન અરવિંદ પીન્ડોરિયા ને હવે પછી નવા ચેરમેન તરીકે આપે તેવી કોંગ્રેસ ભલામણ કરે છે એવું નિવેદન કરતા સામન્ય સભા માં અને ખાસ કરીને ભાજપના સભ્યો અને અધિકારીઓ માં આપસી ચર્ચા સાથે રાજકારણ ગરમાયું હતું. કોંગ્રેસ ના સભ્યો એ કોના ઈશારે ભાજપના આંતરિક રાજકારણ ને ગરમાવવા પ્રયાસ કર્યો એ ચર્ચા સતત થતી રહી હતી.
*અરવિંદ પીન્ડોરિયા પછી કોંગ્રેસે જિલ્લા ભાજપ ના મહામંત્રી વલ્લમજી હુંબલ ઉપર સાધેલા નિશાન માં ભાજપ ના સભ્યો નું મૌન ??
કોંગ્રેસ ના સદસ્ય હઠુભા જાડેજા એ લખપત તાલુકામાં સરહદ ડેરી દ્વારા ભેંસ ના ઓછા ફેટ વાળા દૂધ ની ગાય ના દૂધ સાથે ભેળસેળ કરાતી હોવાનું જણાવી ને આવી ભેળસેળ ને લોકો ના આરોગ્ય માટે જોખમરૂપ ગણાવી હતી. સરહદ ડેરી ના ચેરમેન વલ્લમજી હુંબલ કચ્છ ભાજપના મહામંત્રી છે.પણ સામાન્ય સભા માં ઉપસ્થિત વાઇસ ચેરમેન સહિત ભાજપ ના 25 સભ્યો પૈકી કોઈ એ સરહદ ડેરી નો બચાવ ન કર્યો કૌશલ્યાબેને ચેરમેન તરીકે જિલ્લા પંચાયત નો આ વિષય નથી એવું કહી ભેળસેળ ની આ ફરિયાદ સંબંધિત તંત્ર ને મોકલવાનું કહેતા ફરી એકવાર રાજકીય ચર્ચા તેજ બની હતી.
*કોંગ્રેસ ના પીઢ અને અભ્યાસુ ગણાતા નેતા વી.કે.હૂંબલે ભાંગરો વાટયો….
સામાન્ય સભા અને મહિલાદિન એક જ દિવસે હોઈ વી.કે.હુંબલ મહિલા સુરક્ષા ના મુદ્દે ભાજપ ને ઘેરવા ગયા.તેમણે તાજેતર માં જ પ્રૌઢ મહિલા ઉપર દુષ્કર્મ આચરી ને લૂંટ ના બનાવ સંદર્ભે વાત કરી.પણ વી.કે.હુંબલે આ ઘટના મોથાળા માં બની હોવાનો ઉલ્લેખ કર્યો પણ હકીકતે આ ઘટના ડુમરા ગામે બની હતી.
  1. *ડીડીઓ બન્યા હેડમાસ્તર !!!
સામાન્ય સભા દરમ્યાન મોટે ભાગે જિલ્લા પંચાયત ના વિવિધ વિભાગ ના અધિકારીઓ તેમના વિભાગ ના પ્રશ્નો ના જવાબ આપવાનો બદલે મૌન રહે છે.તેનું કારણ કંગાળ કામગીરી જોવા મળે છે.આ સામાન્ય સભા માં કોંગ્રેસ ના સભ્યો પૈકી સલીમ જતે પ્રાથમિક શાળાઓ માટે લાયબ્રેરી અને અન્ય પુસ્તકો માટે મંજુર કરાયેલી 10 લાખ રૂપિયા ની ગ્રાન્ટ, કુપોષિત બાળકો માટે મંજૂર કરાયેલી 10 લાખ રૂપિયા ની ગ્રાન્ટ નથી વપરાઈ એવું જણાવ્યું હતું. આ પ્રશ્ન નો જે તે વિભાગ ના અધિકારીઓ પાસે જવાબ નહોતો. કચ્છ જિલ્લામાં હજીયે 182 જેટલા રસ્તાઓ છેલ્લા 7 વર્ષ થી બિસમાર છે.એ પ્રશ્ન ઉઠાવતા વી.કે.હૂંબલે રસ્તા ના કામો વહીવટી પ્રક્રિયાના કારણે અટવાયા હોવાની જાણકારી આપી હતી.કિશોરસિંહ જાડેજાએ પીએચસી અને સબ સેન્ટરોનમાં ડૉક્ટર નથી છતાંય બધી જગ્યાઓ ભરાઈ ગઈ છે એવો ખોટો જવાબ અપાતો હોવાનો ચોંકાવનારો આક્ષેપ કર્યો હતો.2013/14 થી અનુસૂચિત જાતિ ના ખેડૂતો ને મંજુર થયેલી સબસીડી ભ્રષ્ટાચાર ના કારણે ના મળી હોવાનો આક્ષેપ કરતા ગૃહ માં સન્નાટો છવાઈ ગયો હતો. મોટાભાગ ના મુદ્દાઓ માં શાસન ની ક્ષતિ દેખાતાં ડીડીઓ સી જે પટેલ અધિકારીઓ ની વહારે આવ્યા હતા અને પ્રશ્નો ના યોગ્ય નિકાલ ની ખાતરી આપી હતી