Home Current હળવા કંપનો વચ્ચે કચ્છમા 3 મોટા આંચકાએ લોકોની ચિંતા વધારી ફરી વાગડમા...

હળવા કંપનો વચ્ચે કચ્છમા 3 મોટા આંચકાએ લોકોની ચિંતા વધારી ફરી વાગડમા 4ની તિવ્રતાનો ઝટકો

317
SHARE

2001 મા આવેલા ગૌઝારા ભુંકપ પછી લોકો ભુકંપને ભુલી ગયા છે પરંતુ ભચાઉ-રાપર વિસ્તારમા આવતા હળવા કંપનો લોકો ને એજ ભુકંપની યાદ તાજી કરાવે છે જો કે તે વચ્ચે 4 ઉપરની તિવ્રત્રાના કંપનો લોકોને ભયભીત કરી રહ્યા છે ત્યારે આજે ફરી સાંજે 4.2ની તિવ્રત્રાના આંચકાથી લોકો ભય સાથે ધરની બહાર દોડી આવ્યા હતા જો કે શહેરી વિસ્તારમા ભુકંપની અસર નહીવત હતી પરંતુ વામકા સહિત ભચાઉ આસપાસના અનેક ગામોમાં તેની અસર જોવા મળી હતી ભચાઉથી 15 કી.મી દુર કેન્દ્રબિંદુ ધરાવતા ભુંકપ 5:14 મિનીટે નોંધાયો હતો

આ વર્ષે અનેક હળવા કંપનો વચ્ચે 3 મોટા આફ્ટરશોક

ચાલી વર્ષે દર વર્ષની જેમ અનેક હળવા કંપન ગાંધીનગર સિસ્મોલોજી કચેરીમાં નોંધાયા હતા પરંતુ તે વચ્ચે 16 જાન્યુઆરીએ ખાવડા નજીક 4.1 નો ઝટકો અને 25 ફેબ્રુઆરીએ વાગડ પંથકમાજ 4.1ની તિવ્રતાનો ઝટકો નોંધાતા ક્યાકને ક્યાક લોકોમા ડર જોવા મળી રહ્યો છે જો કે વધુ તિવ્રતા છંતા ક્યાય નુકશાનીના અહેવાલો નથી જે રાહતરૂપ છે