Home Crime ભુજ એલ.સી.બી એસ.ઓ.જીએ પાડ્યા દેશી દારુના સફળ દરોડા હાસમના અડ્ડા પર દરોડાની...

ભુજ એલ.સી.બી એસ.ઓ.જીએ પાડ્યા દેશી દારુના સફળ દરોડા હાસમના અડ્ડા પર દરોડાની હિમ્મત ક્યારે

466
SHARE

તાજેતરમા જ પચ્છિમ કચ્છ પોલિસની મહત્વની કહી શકાય તેવી બ્રાન્ચ LCB અને SOG એ દેશી દારુના બે સફળ દરોડા પચ્છિમ કચ્છ પોલિસવડા અને કોઇપણ ગુન્હો ઉકેલવાની કાબેલીયત ધરાવતા પોલિસ ઇન્સપેક્ટર ની બાતમીને આધારે કર્યા પરંતુ વર્ષોથી જ્યા દેશી દારૂ ધમધમે છે તેવા લોટસમા આવેલા હાસમના અડ્ડા પર દરોડા ક્યારે તે પ્રશ્ર્ન લોકોમા ઉઠી રહ્યો છે કેમકે પુત્રીની ફરીયાદ બાદ પોલિસે કાર્યવાહી કરી હાસમ અને તેના સાગરીતને ઝડપ્યો તો ખરો પરંતુ તેના નિવાસ સ્થાન પાસે જ્યા દારૂ વર્ષોથી વહેચાય છે ત્યા સુધી પોલિસ પહોંચી શકી નહી તો તેના બીજા દિવસે જાણે દેશી દારુ પકડવાની હોડ લાગી હોય તેમ SOG એ પણ દેશી દારુનો સફળ દરોડો પાડ્યો હોવાની માહિતી પોલિસે માધ્યમોને આપી હતી

અનેક આવ્યા અનેક ગયા હાસમ અડીખમ

બોર્ડર રેન્જ જેવી મહત્વની બ્રાન્ચના આઇ.જી જ્યા રહે છે પચ્છિમ કચ્છ પોલિસ અને મહત્વની શાખાઓ આવેલી છે તેવા ભુજમા વર્ષોથી હાસમનો દેશી દારુનો અડ્ડો ધમધમે છે પરંતુ કાર્યવાહી બાદ ફરી શરૂ થઈ જાય છે અને એમ કહીએ તો અતીશયોક્તી નથી કે ફરીયાદ અને મીડીયામા હોબાળા બાદ પોલિસ સુચક કામગીરી કરી કાર્યવાહી દેખાડે છે પરંતુ તે સંપુર્ણ બંધ કરાવી શકી નથી તે વાસ્તવિક્તા છે કેમકે આઇ.જી એસ.પી પી.આઇ.પી.એસ.આઈ અનેક આવ્યા પરંતુ હાસમ તેનો ધમધમતો વ્યવસાય બે રોકટોક ચલાવી રહ્યો છે જેને પોલિસ સંપુર્ણ અને કાયમી બંધ કરાવી શકી નથી તે વાસ્તવિક્તા છે કદાચ દોષ પોલિસનો ન પણ હોય પરંતુ પોલિસમા ફરજ બજાવી ગયેલો કાસમ પોલિસની મર્યાદા દાયરો અને ઇમાન અને ઇરાદાને નજીકથી સમજી ગયો છે

વાહ વાઇ નહી સાચી સામાજીક જવાબદારી પણ નિભાવે પોલિસ

બનાસકાંઠા પાટણ અને દુરદુર સુધી જઇ વિવિધ વણઉકેલ્યા ગુ્ન્હા શોધતી પચ્છિમ કચ્છ પોલિસના દરેક ખાખી વર્દીધારી માટે હાસમ એક લપડાક છે કેમકે કચ્છથી લઇ ગાંધીનગર સુધી તેની ફરીયાદો પહોંચી છે પરંતુ અનેક જીંદગી દેશી દારુના બરબાદ કરનાર હાસમ અને તેના દેશી દારુના અડ્ડાને પોલિસ સંપુર્ણ બંધ કરાવી શકી નથી તેવામાં ઇચ્છનીય એ છે કે મોટી પોલિસ કાર્યવાહી સમયે વાહવાઈ મેળવતી પોલિસ શરમ છોડી સામાજીક બદ્દીથી બરબાદ થતા પરિવારની પિડાને સમજી કાયમી હાસમના સામ્રાજયને ખતમ કરે નહીં તો અનેક નવા હાસમ માટે તે રોલમોડલ હશે જેમા કાયદાનો ભય નહી હોય