Home Social કચ્છી સર્જકો ધનજી ભાનુશાળી ‘કડક બંગાળી’ અને લાલજી મેવાડા ‘સ્વપ્ન’ને કચ્છી ભાષાનો...

કચ્છી સર્જકો ધનજી ભાનુશાળી ‘કડક બંગાળી’ અને લાલજી મેવાડા ‘સ્વપ્ન’ને કચ્છી ભાષાનો ‘ગૌરવ પુરસ્કાર’

840
SHARE

કચ્છી સાહિત્ય અકાદમી દ્વારા અધ્યક્ષ પદ્મશ્રી વિષ્ણુ પંડયાના માર્ગદર્શન હેઠળ મળેલી બેઠકમાં કચ્છી સાહિત્યનાં વિકાસ માટે, કચ્છ ભાષાના સંવર્ધન અને પ્રચાર –  પ્રસાર માટે વિવિધ આયોજનો અંગે ચર્ચા-વિચારણા અને ઠરાવો મંજૂર કરાયા હતાં. આ બેઠકમાં મહામાત્ર ડો. અજયસિંહ પરમાર, કચ્છી સાહિત્ય સર્જકો ગૌતમ એસ. જોશી, નારાયણ અકિલા જોશી, ‘કારાયલ’, ડો. ક્રાંતિ ગોર ‘કારણ’ ઉપસ્થિત રહ્યા હતાં. બેઠકમાં કચ્છી ભાષાનાં શિરમોર એવા ‘ગૌરવ પુરસ્કાર’ અંતર્ગત  ર૦૧પ-૧૬ માટે જાણીતા કચ્છી સાહિત્ય સર્જકો ધનજી ભાનુશાળી ‘કડક બંગાળી’ અને લાલજી અકીલા મેવાડા ‘સ્વપ્ન’ની જાહેરાત કરાઇ હતી. ગૌરવ પુરસ્કાર  ૧૭ મી માર્ચે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના હસ્તે વડોદરામાં એવોર્ડ એનાયત કરાશે. ૮૦ વર્ષીય કચ્છી સાહિત્યકાર ધનજી ભાનુશાળી એસ. ટી. વિભાગીય કચેરી  ભુજમાંથી અધિકારી તરીકે નિવૃત થયા બાદ વકીલાતની પ્રેકટીસ કરે છે. તેઓ આ ઉમરે પણ સાહિત્ય પ્રવૃતિમાં સક્રિય છે. ક્રાંતિવીર પંડીત શ્યામજી કૃષ્ણ  વર્માના જીવન ચરિત્ર તેમણે લખેલું પુસ્તક માઇલ સ્ટોન ગણાય છે. તેમના સુપુત્ર પ્રફુલ ગજરા કચ્છનાં તેજસ્વી ક્રાઇમ રીપોર્ટર છે અને કચ્છ મિત્ર  દૈનિકમાં સીનીયર પત્રકાર તરીકે કાર્યરત છે. કચ્છનાં પત્રકારો દ્વારા ધનજીભાઇ ભાનુશાળીને મળેલા એવોર્ડ બદલ તેમને વિશેષ અભિનંદન પાઠવાયા છે.