હજુ ગત મહિનેજ એક સપ્તાહમા કચ્છના ક્રિક એરીયામાં થી મજબુત સુરક્ષા કવાયત વચ્ચે બે પાકિસ્તાની બોટ ઝડપાઇ હતી અલબત કુદરતી પરિસ્થિતિનો લાભ લઇ તેમા સવાર લોકો ભાગી જવામાં સફળ રહ્યા હતા અને તે વચ્ચે એક મજબુત ટીપ્સના આધારે કચ્છ સહિત ગુજરાતના દરિયાઇ અને અન્ય બોર્ડર પર એક વિશેષ એલર્ટ અપાયુ હતુ જો કે પાકિસ્તાનની નાપાક હરકતોને લઇને આમ પણ કચ્છ બોર્ડર પર સુરક્ષા વધુ મજબુત કરાઇ છે પરંતુ એલર્ટ બાદ રાબેતા મુજબની સ્થિતી થતા જ નાપાક હરકત શરુ થઇ હોય તેમ આજે વધુ એક બોટ કોઠાવારી ક્રિક નજીકથી ઝડપાઇ છે જો કે માછીમાર કે ધુસણખોર ભાગવામા સફળ રહ્યા છે જો કે બી.એસ.એફ એ બોટ કબ્જે કરી તેની છાનબીન શરુ કરી છે જો કે
છેલ્લા 3 સપ્તાહમા ત્રીજી પાકિસ્તાની બોટ ઝડપાઇ છે જેની સુરક્ષા એજન્સીઓ ગંભીરતાથી લઇ રહ્યા છે
એલર્ટ પહેલા અને પછી ઝડપાયેલી બોટમાં એક વસ્તુ સામ્ય
એલર્ટ પહેલા અને પછી ઝડપાયેલી બોટની ધટના અસાન્ય છે કેમકે સામાન્ય રીતે આ વિસ્તારમા ઝડપાતી બોટ સામાન્ય માછીમારી બોટ જેવી હોય છે પરંતુ છેલ્લે ઝડપાયેલી બન્ને બોટની સાઇઝ સામાન્ય બોટ કરતા મોટી છે તેથી સુત્રો એવુ પણ માની રહ્યા છે કે માત્ર માછીમારી નહી પરંતુ તેની આડમાં કોઈ સંડયંત્ર અથવા સુરક્ષાની ચકાસણી કરી કોઇ નાપાક હરકતને અંજામ આપવાનુ કારસ્તાન પણ હોઇ શકે જો કે ગુપ્ત રાહે એલર્ટ વચ્ચે એજન્સીઓ એ દિશામાં પણ ચકાસણી કરી રહ્યા છે