Home Crime બાતમી જુગારધામની પકડાયા માત્ર 3 પુર્વ કચ્છની મહત્વની બ્રાન્ચને આધોઇ ધક્કો...

બાતમી જુગારધામની પકડાયા માત્ર 3 પુર્વ કચ્છની મહત્વની બ્રાન્ચને આધોઇ ધક્કો પડ્યો

349
SHARE

આમતો પુર્વ કચ્છમાં અનેક વણઉકેલ્યા ભેદો છે જેનેઉકેલવાની જવાબદારી લોકલ ક્રાઇમ બ્રાન્ચની છે અને તે માટે તે પ્રયત્નો પણ કરે છે પરંતુ તે વચ્ચે આજે એક નાનકડા જુગારના પડમાં રેડ કરવા માટે એલ.સી.બી ને જવુ પડ્યુ પુર્વ કચ્છ એલ.સી.બીના પી.આઇને બાતમી મળી કે અહી જુગાર રમાય છે અને તે આધારે ત્યા રેડ પણ કરી પરંતુ ઝડપાયા માત્ર ત્રણ જુગારી અને તે પણ 26.900ના મુદ્દામાલ સાથે આમ કહીએ તો બાતમી મોટી હતી પરંતુ પકડાયા માત્ર 3

સ્થાનીક પોલિસ સામે સવાલ આવા કિસ્સામાં સંકલન કેમ નહી

સામાન્ય મોટા ગુન્હાઓ સમયે પોલિસ એક બીજાના સંપર્કમાં રહી કામ કરતી હોય છે પરંતુ અહી એક સામાન્ય જુગારના દરોડા માટે મહત્વની બ્રાન્ચ આધોઇ સુધી જતા સ્થાનીક પોલિસની કામગીરી સામે સવાલો ઉભા થયા છે કે 3 શખ્સોના જુગારના પડની રેડ પાડી શકતી નથી તો  બીજી તરફ પ્રશ્ર્ન એ પણ થાય છે કે જુગારની મોટી કલ્બની બાતમી હતી ત્યા તો ઠીક છે પરંતુ શુ પોલિસની મીઠી નજરથી આ ચાલતુ હતુ કે એલ.સી.બી ને ત્યા જવાની ફરજ પડી અને જો નહી તો શા માટે સ્થાનીક પોલિસ પાસે નાનકડી રેડ એલ.સી.બીએ ન કરાવી જાતે કાર્યવાહી કરાવી