Home Crime પોલીસે છબીલને ભચાઉ કોર્ટમાં રજુ કરી માંગ્યા ૧૪ દિ’ ના રિમાન્ડ –...

પોલીસે છબીલને ભચાઉ કોર્ટમાં રજુ કરી માંગ્યા ૧૪ દિ’ ના રિમાન્ડ – મનીષાને અને છબીલ જેલમાં મળ્યા હતા? છબીલના ૩ મોબાઈલ અમેરિકામાં ભૂલાયા?

2327
SHARE
જેન્તી ભાનુશાલી હત્યા કેસના મુખ્ય સૂત્રધાર છબીલ પટેલની ધરપકડ કર્યા બાદ પોલીસ તેને સાથે લઈને આજે કચ્છ આવી પહોંચી હતી. અહીં ભચાઉની કોર્ટમાં છબીલને રજૂ કરીને પોલીસે તેના ૧૪ દિવસના રિમાન્ડ માંગ્યા છે. જોકે, રિમાન્ડ અરજીની સુનાવણી હવે હાથ ધરાશે. દરમ્યાન, સીટની પૂછપરછમાં એવી માહિતી બહાર આવી હતી કે, સુનિલ ભાનુશાલી દ્વારા કરાયેલ કેસ માં મનીષા ગોસ્વામી જ્યારે જેલમાં બંધ હતી ત્યારે છબીલ પટેલ તેને મળવા જેલમાં ગયા હતા. તો, અમેરિકા ના ન્યુજર્સી થી અમદાવાદ આવેલા છબીલ પટેલ પોતાના ત્રણ મોબાઈલ ફોન ત્યાં દીકરીને ઘેર અમેરિકા રાખી આવ્યા હોવાનું પણ પોલીસ તપાસમાં ખુલ્યું છે. જોકે, જેન્તી ભાનુશાલીની હત્યા કરાવ્યાની કબુલાત કરનાર છબીલને હત્યા માટે અન્ય રાજકીય નેતાએ મદદ કરી હોવાનું પણ ખુલ્યું છે. હવે આ નેતા કોણ છે? તે બધી વિગતો પોલીસ છબીલ પટેલના રિમાન્ડ દરમ્યાન મેળવશે. અત્યારે પ્રાથમિક પૂછપરછમાં છબીલ ઉપરાંત અન્ય બીજા રાજકીય આગેવાનની સંડોવણી ખુલ્લી હોવાની ચર્ચા છે. જોકે, છબીલ પટેલના મોબાઈલ ફોનમાં રહેલા પુરાવાઓ માટે હવે પોલીસ શું કરે છે? એ જોવું રહ્યું?