Home Current હવે સરકારી ડોકટરોએ પોલીસની જેમ પહેરવો પડશે પોતાનો ‘ગણવેશ’ અને લગાવવી...

હવે સરકારી ડોકટરોએ પોલીસની જેમ પહેરવો પડશે પોતાનો ‘ગણવેશ’ અને લગાવવી પડશે નેઇમ પ્લેટ

613
SHARE
રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા સરકારી તબીબો માટે નવું ફરમાન જારી કરાયું છે. જોકે, સરકારનું આ પગલું લોકોની જાણકારી અને તબીબો ની ઓળખ માટે છે. આરોગ્ય કમિશનર ની કચેરીના તારીખ/૫/૩/૨૦૧૯ ના પરિપત્ર અનુસાર ગુજરાતની તમામ સરકારી હોસ્પિટલોના તબીબોએ તેમના તબીબ તરીકેના ડ્રેસકોડ સમાન ‘એપ્રન’ પહેરીને તેના ઉપર ગુજરાતીમાં વંચાય તે રીતે પોતાના નામની નેઇમ પ્લેટ લગાવવી પડશે. સરકારી હોસ્પિટલમાં આવતા દર્દીઓ અને મુલાકાતીઓ તબીબો ની ઓળખ કરી શકે તે હેતુ થી આ આદેશ જારી કરાયો છે. હવે, પોલીસ અધિકારીઓ જે રીતે પોતાના ડ્રેસકોડ એવા ખાખી ગણવેશ અને નેઇમ પ્લેટ સાથે નજરે પડે છે, એ જ રીતે સરકારી હોસ્પિટલોમાં કલરફુલ કપડામાં સજ્જ સરકારી તબીબો તબીબ જગતના ડ્રેસકોડ એવા ‘વ્હાઇટ એપ્રન’ અને પોતાના નામની નેમ્પ્લેટ સાથે નજરે પડશે.