૨૦૧૯ ની લોકસભાની ચૂંટણીનું બ્યુગલ ફૂંકાઈ ચૂક્યું છે ગુજરાતમાં ભાજપે ચૂંટણી જંગ પૂર્વે પોતાની તૈયારી શરૂ કરી દીધી છે પ્રથમ ચરણમાં ભાજપે અલગ અલગ બેઠકો માટે ઉમેદવારો માટે સેન્સ લેવાની શરૂઆત કરીને પોતાના સંભવિત ઉમેદવારોની યાદી બનાવવાનું શરૂ કર્યું છે મોરબી વિધાનસભાનો કચ્છ લોકસભા બેઠક માં સમાવેશ થતો હોઇ કચ્છની ૬ વિધાનસભા બેઠક તેમજ મોરબીની ૧ એમ કુલ ૭ વિધાનસભા બેઠક માટેની સેન્સ પ્રક્રિયા એક જ દિવસે હાથ ધરાશે આ અંગે કચ્છ જિલ્લા ભાજપના મીડીયા ઇન્ચાર્જ ઘનશ્યામ રસિકભાઈ ઠક્કરે ન્યૂઝ4કચ્છને આપેલ માહીતી અનુસાર ૧૬ મી માર્ચ શનિવારે ભુજના માધાપર હાઇવે ઉપર આવેલ હોટેલ ફર્ન મધ્યે લોકસભા બેઠકના પ્રભારીઓ દ્વારા સેન્સ લેવામાં આવશે કચ્છ-મોરબી લોકસભા બેઠક માટે પ્રદેશ ભાજપ દ્વારા નિરીક્ષક તરીકેની જવાબદારી બીપીનભાઈ દવે, વસુબેન ત્રિવેદી અને રણછોડભાઈ રબારીને સોંપવામાં આવી છે. આ ત્રણેય નિરીક્ષકો સમક્ષ અબડાસા, માંડવી, ભુજ, અંજાર, ગાંધીધામ, રાપર અને મોરબી એમ કુલ ૭ વિધાનસભા બેઠકના ભાજપના આગેવાનો અને કાર્યકરો પોતાના ઉમેદવાર સંદર્ભે રજુઆત કરશે જોકે, કચ્છ-મોરબી લોકસભા બેઠકની ચૂંટણી લડવા ઇચ્છતા દાવેદારોએ પણ પોતાની રજુઆત નિરીક્ષકો સમક્ષ કરવી પડશે શનિવારે સવારે ૧૦ વાગ્યાથી મોડી સાંજ સુધી સેન્સની કાર્યવાહી ચાલશે ૧૬મી તારીખે કચ્છ લોકસભા બેઠક માટેની સેન્સની કાર્યવાહી પૂર્ણ કરાયા બાદ ૧૯મી તારીખે આ સેન્સનો રિપોર્ટ પ્રદેશ ભાજપ પાર્લામેન્ટરી બોર્ડ સમક્ષ મુકવામાં આવશે આમ ભાજપ દ્વારા પ્રદેશ કક્ષાએથી કચ્છ લોકસભા બેઠકના ઉમેદવાર માટેના ઉમેદવારની પ્રક્રિયા પૂર્ણ કરીને ભાજપના રાષ્ટ્રીય પાર્લામેન્ટરી બોર્ડ સમક્ષ મુકાશે ઉમેદવારના ફોર્મ ભરવાની છેલ્લી તારીખ ૪થી એપ્રિલ છે એટલે, મોડામાં મોડું ૧લી એપ્રિલ અથવા તો ૨જી એપ્રિલ સુધી ઉમેદવારના નામની જાહેરાત થઈ જશે.
કોના નામ ની છે ચર્ચા?
અત્યારે કચ્છ લોકસભા બેઠક માટે વર્તમાન સાંસદ વિનોદ ચાવડા રિપીટ થાય તેવી ચર્ચા છે, તો અન્ય દાવેદારો માં ગાંધીધામના નગરસેવક અને સામાજિક કાર્યકર જે. પી. મહેશ્વરી, જિલ્લા પંચાયત સભ્ય નરેશ મહેશ્વરી, પૂર્વ ધારાસભ્ય રમેશ મહેશ્વરી અને પૂર્વ સાંસદ પૂનમબેન જાટના નામ પણ ચર્ચામાં છે આ નામો સિવાય હજી બીજા નવા નામ પણ ઉભરી શકે છે તો, મોરબી ભાજપ પણ મોરબીના ઉમેદવારના નામની ચર્ચા કરી શકે છે બીજી બાજુ કચ્છમાંથી કોંગ્રેસના ટેકાથી અપક્ષ ઉમેદવાર જીજ્ઞેશ મેવાણી ચૂંટણી લડે તો હાઈપ્રોફાઈલ ચૂંટણી જંગ થશે. જોકે, જો આવું થાય તો વર્તમાન સાંસદ વિનોદ ચાવડા અથવા તો રાજ્યસભાના સાંસદ અને ધર્મગુરુ શંભુનાથજી ટુંડિયા ભાજપ વતી સક્ષમ ઉમેદવાર તરીકે મુકાઈ શકે છે પણ, અત્યારે તો આ જો અને તો ની જ વાત છે એકંદરે ઉમેદવારનું પર્ફોમન્સ કચ્છની બેઠક માટે મહત્વનું પરિબળ સાબિત થશે લોકસભા ૨૦૧૯નો કચ્છનો વર્તમાન ચૂંટણી જંગ કચ્છ લોકસભા બેઠકના પ્રભારી દિલીપ ત્રિવેદી અને જિલ્લા ભાજપ પ્રમુખ કેશુભાઈ પટેલની આગેવાની માં લડાશે.