Home Current કચ્છ લોકસભા ચૂંટણી -વિનોદ ચાવડા, નરેશ મહેશ્વરીની વચ્ચે મુખ્ય જંગ,કુલ ૧૦ ઉમેદવારો...

કચ્છ લોકસભા ચૂંટણી -વિનોદ ચાવડા, નરેશ મહેશ્વરીની વચ્ચે મુખ્ય જંગ,કુલ ૧૦ ઉમેદવારો મેદાનમાં

1080
SHARE
કચ્છ મોરબી લોકસભા બેઠકના નામાંકન પાછું ખેંચવાનાના અંતિમ દિવસ ૮ મી એપ્રિલે એક પણ ઉમેદવારીપત્ર પાછું ખેંચાયું નથી હવે, ભાજપના વિનોદ ચાવડા અને કોંગ્રેસના નરેશ મહેશ્વરી સહિત કુલ ૧૦ ઉમેદવારો ચૂંટણીના મેદાનમાં રહ્યા છે કચ્છ જિલ્લા ચૂંટણી શાખાની સતાવાર યાદી પ્રમાણે અંતિમ
મુખ્ય રાજકીય પક્ષો (૧) ભારતીય જનતા પાર્ટીના- વિનોદ ચાવડા (૨) ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના- નરેશ મહેશ્વરી તેમના સિવાય ડો. પ્રવિણ તોગડીયાના પક્ષ (૩) હિન્દુસ્તાન નિર્માણ દળના- પ્રવિણ ચાવડા- (૪) બહુજન મુક્તિ પાર્ટીના- દેવજી વાછિયા મહેશ્વરી, (૫) ન્યુ ઓલ ઇન્ડિયા કોંગ્રેસ પાર્ટીના ધીરુભાઈ બાબુલાલ શ્રીમાળી, (૬) રાષ્ટ્રીય પાવર પાર્ટીના બાલુબેન મહેશ સોંદરવા જ્યારે અપક્ષ તરીકે (૭) મનીષાબેન ભરત મારૂ, (૮) બાબુલાલ અમરશી વાઘેલા, (૯) ભીમજી ભીખાભાઇ અને માયાવતીના પક્ષ બસપા વતી (૧૦) લખુભાઈ વાઘેલા વચ્ચે કચ્છની લોકસભા બેઠક માટે ચૂંટણીના મેદાનમાં જંગ ખેલાશે.

મુખ્ય જંગ ભાજપ અને કોંગ્રેસ વચ્ચે

કચ્છની તાસીર પ્રમાણે લોકસભાનો મુખ્ય ચૂંટણી જંગ ભાજપ અને કોંગ્રેસ વચ્ચે રહેશે ભાજપના ઉમેદવાર વિનોદ ચાવડા સતત બીજી વાર લોકસભાનો ચૂંટણી જંગ લડી રહ્યા છે. જ્યારે કોંગ્રેસ વતી નરેશ મહેશ્વરી પ્રથમ જ વાર લોકસભા લડી રહ્યા છે. કચ્છની બેઠક આમ તો ભાજપનો ગઢ ગણાય છે, પણ કોંગ્રેસે સ્થાનિક ઉમેદવારને ટિકિટ આપી છે, એટલે વળતી લડત પણ રહેશે. આ વખતે આમ જોઈએ તો રાષ્ટ્રીય સ્તરે સીધો રાજકીય જંગ નરેન્દ્ર મોદી અને રાહુલ ગાંધી વચ્ચે છે. ત્યારે કચ્છનો ચૂંટણી જંગ પણ રસપ્રદ બની રહેશે એવું દેખાઈ રહ્યું છે.