કચ્છ લોકસભાની ચૂંટણી દરમ્યાન રાજકીય માહોલ હવે ધીરે ધીરે ગરમ બની રહ્યો છે ન્યૂઝ4કચ્છને મળી રહેલા સમાચાર મુજબ કોંગ્રેસનું એક મોટું જૂથ કેસરિયા કરે તેવા એંધાણ છે કચ્છ જિલ્લા પંચાયતના પૂર્વ સદસ્ય પોતાના ટેકેદારો સાથે ભાજપમાં જોડાશે તો, યુવા કોંગ્રેસના વિધાર્થી નેતાઓનું એક જૂથ પણ કેસરિયા કરે તેવા એંધાણ છે આ પૂર્વે કચ્છ કોંગ્રેસ સામે મુસ્લિમ સમાજના મોટા ગજાના નેતાઓ પોતાની નારાજગી વ્યક્ત કરી ચુક્યા છે પૂર્વ કચ્છમાં જુમા રાયમાની નારાજગી, ભુજમાં વર્ચસ્વ ધરાવતા આદમ ચાકીની નારાજગી અને અબડાસામાં પૂર્વ ધારાસભ્ય ઇબ્રાહિમ મંધરાની નારાજગી નરેશ મહેશ્વરી માટે મુશ્કેલી સર્જી શકે છે ત્યારે બીજા આગેવાનોની નારાજગી પણ કચ્છ કોંગ્રેસને ભારે પડી શકે છે.
ભાજપના વર્તુળોમાં વહેતા થયા મેસેજ..
કોંગ્રેસના કયા નેતા ભાજપમાં જોડાઈ રહ્યા છે, તે વિશે હજી અટકળો થઈ રહી છે. જોકે, કોંગ્રેસના વર્તુળોમાં આ અંગે કોઈ માહિતી નથી. પરંતુ ભાજપના વર્તુળોમાં ફરતા થયેલા મેસેજ માં જિલ્લા પંચાયત લના વિપક્ષના નેતા રહી ચૂકેલા કોંગ્રેસી આગેવાન દેવેન્દ્રસિંહ જેઠવા કેસરિયા કરી રહ્યા છે. જોકે, આ વાત સંદર્ભે દેવેન્દ્રસિંહ જેઠવા સાથે સંપર્ક કરવાની કોશિશ કરી પણ તેમનો ફોન વ્યસ્ત આવતો હોય સંપર્ક થઈ શક્યો નથી. લોકસભાની આ ચૂંટણી દરિમયાન કોંગ્રેસમાં ભંગાણ પાડવાનો ભાજપનો રાજકીય દાવ ગુજરાત, સૌરાષ્ટ્ર પછી કચ્છ સુધી પહોંચ્યો છે.