Home Social ભૂલા પડેલા માનસિક વિકલાંગને સલામત સ્થળે પહોંચાડયો- માનવીય સંવેદના દર્શાવતો કિસ્સો

ભૂલા પડેલા માનસિક વિકલાંગને સલામત સ્થળે પહોંચાડયો- માનવીય સંવેદના દર્શાવતો કિસ્સો

580
SHARE
આજે એક જ પરિવારના સભ્યો વચ્ચે આપસી સ્વાર્થ વધ્યો છે અને સંબંધોમાં મીઠાશ ઘટતી જાય છે ત્યારે પારકા વ્યક્તિને ઉપયોગી થવાની વાત અને તેમાંયે જો તે વ્યક્તિ માનસિક અસ્વસ્થ હોય ત્યારે તે વ્યક્તિને મદદરૂપ બનવાની ભાવના એ દર્શાવે છે કે, માનવીય સંવેદના હજી જીવંત છે વાત આમ તો સાવ નાનકડી છે,પણ તેમાં મુન્દ્રાના પરોપકારી જાગૃત નાગરિક, સેવાભાવી સંસ્થા અને ભુજની જાણીતી સ્વૈચ્છીક સંસ્થાનો પ્રેરક માનવીય અભિગમ ઉજાગર થાય છે મુન્દ્રા ની ઇલીયાસ પીર ની દરગાહ નજીક નદીના પટમાં ધોમધખતા તાપમાં એક અજાણ્યો માનસિક વિકલાંગ બેઠો છે એવો ફોન નાના કપાયાના કાનજી ભચુ સોધમનો મુન્દ્રાની જન સેવા સંસ્થાની હેલ્પલાઇન પર આવ્યો હતો જોકે, સખત ગરમી વચ્ચે એ અજાણ્યા માનસિક વિકલાંગ યુવાનને કાનજીભાઈ સોધમે મુન્દ્રાની જનરલ હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર માટે પહોંચાડ્યો હતો તે દરમ્યાન જન સેવા સંસ્થાના રાજ સંઘવી પણ મુન્દ્રાની જનરલ હોસ્પિટલમાં પહોંચ્યા હતા જોકે, માંડ માંડ ભાંગ્યું તૂટ્યું બોલી શક્તા આ માનસિક વિકલાંગને વધુ સારવાર મળી રહે અને તે રખડતો ભટકતો અટકે તે માટે તેને ભુજના રામદેવ આશ્રમમાં મોકલવાનું જન સેવા સંસ્થાએ નક્કી કરી આ યુવાન અંગે ભુજની માનવજ્યોત સંસ્થાના પ્રબોધ મુનવરને વાત કરી હતી આ યુવાન ગુજરાતી ભાષામાં પોતાનું નામ કનુ છે એટલું બોલ્યો હતો અને રસ્તો ભૂલી ગયો હોવાનું પ્રાથમિક પૂછપરછ માં જણાયું હતું ભૂખ્યા તરસ્યા એવા કનુ નામના અંદાજે 45 વર્ષીય આ યુવાનને વાડી વિસ્તાર માં રહેતા હમીર પાતારીયા અને ભૂપેન્દ્ર સોધમે જમાડ્યો હતૉ અને તેની સારી દેખરેખ કરી હતી જન સેવા સંસ્થાએ આ માનસિક વિકલાંગ યુવાનને પ્રાઇવેટ વાહન દ્વારા ભુજના રામદેવ સેવાશ્રમમાં મોકલ્યો હતો અહીં ભુજમાં આવા અનેક માનસિક વિકલંગોની દેખભાળ અને સારવાર કરનાર સંસ્થા માનવજ્યોતના પ્રબોધ મુનવરે આ યુવાનની સારસંભાળ કરવા ખાત્રી આપી હતી એક રખડતો ભટકતો માનસિક અસ્વસ્થ યુવાન સારસંભાળ પછી ઝડપભેર પોતાના સ્વજનો સુધી પહોંચે એવી લાગણી જન સેવા સંસ્થાએ વ્યક્ત કરી હતી આ સેવાકીય પ્રવૃત્તિમાં જનસેવાના રાજ સંઘવીની સાથે સુમરા સમાજના પ્રમુખ ગુલામ હુસેન સુમરા અને નાના કપાયાના કાનજી ભચુ સોધમ જોડાયા હતા.